IPL/ શિખર ધવનની તોફાની બેટિંગ, આ ખાસ રેકોર્ડ નામે કરનાર પ્રથમ બેટ્સમેેન

IPL 14 ની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ શનિવારે યોજાઇ હતી. જે દરમિયાન ટોસ જીતીને દિલ્હીએ ચેન્નાઈને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ.

Sports
mmata 1 શિખર ધવનની તોફાની બેટિંગ, આ ખાસ રેકોર્ડ નામે કરનાર પ્રથમ બેટ્સમેેન

IPL 14 ની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ શનિવારે યોજાઇ હતી. જે દરમિયાન ટોસ જીતીને દિલ્હીએ ચેન્નાઈને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ. મેચમાં ચેન્નાઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા દિલ્હી કેપિટિલ્સે શિખર ધવન (85) અને પૃથ્વી શો (72) ની અડધી સદીની મદદથી આ ટાર્ગેટને આસાનીથી મેળવી લીધો હતો. જે દરમિયાન ઓપનર શિખરે ધવને એક ખાસ રેકોરોડ પોતાના નામે કર્યો હતો.

mmata 2 શિખર ધવનની તોફાની બેટિંગ, આ ખાસ રેકોર્ડ નામે કરનાર પ્રથમ બેટ્સમેેન

IPL 2021 / ગુરુ પર ભારે પડ્યો ચેલો : ટોસ અને મેચ બંનેમાં ધોનીને આપી પંતે માત, દિલ્હીએ 7 વિકેટે મેચ જીતી

આઇપીએલ 2021 ની પોતાની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી કેપિટલ્સે 7 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 8 બોલ બાકી રહેતા 3 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ્સ પણ બનાવવામાં આવ્યા હતા. સીએસકે સામેની મેચમાં, દિલ્હી કેપિટલ્સનાં ઓપનર શિખર ધવને તેની આઈપીએલ કારકિર્દીની 42 મી અડધીસદી ફટકારી હતી અને તે 85 રન બનાવીને આઉટ થયો હતો. ધવને તેની તોફાની ઇનિંગ્સમાં 54 બોલનો સામનો કર્યો હતો, જ્યારે 10 ચોક્કા અને 2 સિક્સર ફટકારી હતી. ધવને તેની તોફાની અડધી સદીની ઇનિંગ્સ દરમિયાન, બે મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. ધવન આઈપીએલનાં ઇતિહાસમાં 600 ચોક્કા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. શિખરનાં નામ હવે આઇપીએલમાં 601 બાઉન્ડ્રી નોંધાઇ છે. ડેવિડ વોર્નરે આઈપીએલમાં અત્યાર સુધી 510 ચોક્કા ફટકાર્યા છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સનો ગબ્બર આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

mmata 3 શિખર ધવનની તોફાની બેટિંગ, આ ખાસ રેકોર્ડ નામે કરનાર પ્રથમ બેટ્સમેેન

IPL 2021 / આ ગુજરાતી ક્રિકેટર અમેરિકા જતા-જતા બની ગયો હરિયાણાનો કેપ્ટન, જાણો તેની રસપ્રદ સફર

વોર્નરનાં નામે આઈપીએલમાં 5,254 રન નોંધાયા છે. હવે ધવન આઈપીએલમાં કુલ 5,282 રન બનાવવામાં સફળ રહ્યો છે. વિરાટ કોહલી અને સુરેશ રૈના હવે શિખર ધવન કરતા આગળ છે. જ્યારે વિરાટ કોહલીએ આઈપીએલમાં 5,911, અને રૈનાએ 5,422 રન બનાવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી કેપિટલ્સની ટીમે 7 વિકેટે પરાજય આપ્યો હતો. સીએસકેએ પ્રથમ રમતમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા, ત્યારબાદ દિલ્હીએ 19 મી મેચમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. દિલ્હી તરફથી પૃથ્વી શો 72 અને ધવને 85 રન બનાવ્યા હતા. કેપ્ટન પંત 15 રન બનાવીને અણનમ રહ્યો હતો. માર્કસ સ્ટોઇનિસ 14 રને આઉટ થયો હતો. અગાઉ સીએસકે પ્રથમ બેટિંગ કરી હતી. સીએસકે તરફથી સુરેશ રૈનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. રૈનાએ 54 રનની ઇનિંગ્સ રમી હતી. વળી મોઇન અલીએ 36 રન બનાવ્યા હતા. સી.એસ.કે.નાં કેપ્ટન ધોનીએ કોઈ રન બનાવ્યા વિના આવેશ ખાનનાં બોલમાં બોલ્ડ આઉટ થયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ