icc rankings/ મેચ રમ્યા વિના પાકિસ્તાન ભારતની આગળ કઈ રીતે નીકળી ગયું!!

એશિયા કપ 2023માં શુક્રવારે રમાયેલી સુપર 4 મેચમાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું હતું. આ હારને કારણે ભારતીય ટીમ મોટો ઝટકો લાગ્યો છે.

Asia Cup Trending Sports
Mantavyanews 15 મેચ રમ્યા વિના પાકિસ્તાન ભારતની આગળ કઈ રીતે નીકળી ગયું!!

એશિયા કપ 2023માં શુક્રવારે રમાયેલી સુપર 4 મેચમાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું હતું. આ હારને કારણે ભારતીય ટીમ મોટો ઝટકો લાગ્યો છે. ભારતે ICC રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવવાની તક ગુમાવી છે. સાથે ટીમે નંબર 2નું સ્થાન પણ ગુમાવ્યું. પાકિસ્તાન હવે ODI વર્લ્ડ કપમાં બીજી સૌથી સફળ ટીમ બની ગઈ છે.

આ રીતે પાકિસ્તાન એક પણ મેચ રમ્યા વિના નંબર 2 પર પહોંચી

ભારત અને બાંગ્લાદેશની મેચ પહેલા ભારતીય ટીમ 116 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર હતી. જ્યારે પાકિસ્તાન 115 સાથે ત્રીજા સ્થાને હતી. પરંતુ આ મેચમાં હાર બાદ ભારતને મોટું નુકસાન થયું છે. ભારતીય ટીમનું રેટિંગ 114 પર પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન 115 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ 116 રેટિંગ સાથે ટોચ પર છે.

ભારત પાસે હજુ પણ નંબર 1 ટીમ બનવાની તક

આ હાર છતાં ભારતીય ટીમ વનડેમાં નંબર 1 રેન્કિંગ મેળવી શકે છે. ભારતીય ટીમને નં. 1નું રેન્કિંગ મેળવવા માટે પ્રથમ શ્રીલંકાને ફાઇનલમાં હરાવવું પડશે અને પછી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં ભારત ટોચ પર કબજો કરશે. ભારત શ્રીલંકા સામે જીતતાની સાથે જ પાકિસ્તાનને પછાડીને રેન્કિંગમાં નંબર 2 પર આવી જશે.

વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સાથે શ્રેણી રમાશે

એશિયા કપ 2023ની સમાપ્તિ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝ રમવાની છે. વર્લ્ડ કપના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત એશિયા કપ જીતે છે અને ODI શ્રેણી પણ જીતે છે, તો તે વર્લ્ડ કપ પહેલા ICCમાં નંબર 1 રેન્કિંગ જાળવી રાખશે.

આ પણ વાંચો: ઠાસરા પથ્થરમારો/ ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: Gujarat IAS/ ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન

આ પણ વાંચો: Encounter/ બારામુલાના ઉરીમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર મરાયા