Sports/ RCB ઉભરતા ખેલાડીઓના સારા ટેલેન્ટને પારખી IPLમાં રમવાની તક આપશે

RCB ઉભરતા ખેલાડીઓના સારા ટેલેન્ટને પારખી IPLમાં રમવાની તક આપશે

Sports
ss1 14 RCB ઉભરતા ખેલાડીઓના સારા ટેલેન્ટને પારખી IPLમાં રમવાની તક આપશે

@ધ્રુવ સોમપુરા, સુરત

ગુજરાતના ઉભરતા ક્રિકેટ ખેડાડીઓ માટે IPL માં એન્ટ્રી કરવાની ઉત્તમ તક મળી હતી. RCB દ્વારા 16 વર્ષથી વધુ વર્ષના ગુજરાતના ક્રિકેટ ખેલૈયાઓ માટે પેસ અને સ્પિન બોલિંગનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ સુરતમાં યોજ્યો છે. જેમાં ખેલાડીઓની પસંદગી થશે તેમને સીધા બેંગ્લોર RCB ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવશે અને આવનારા સમયમાં IPL રમવાની તક આપવામવા આવશે.

ગુજરાતમાં અનેક ઉભરતા યુવા ક્રિકેટ ખેલાડીઓનું પોતાનું સપનું છે કે તે ભારતીય ક્રિકેટ ટીમમાં કે આઈપીએલમાં રમવા માટે પોતાનું સ્થાન મેળવી શકે. પરંતુ તે એટલું સહેલું નથી હોતું. તેની વચ્ચે રોયલ ચેલન્જર્સ બેંગ્લોર RCB આવા ખેલાડીઓ માટે ઉત્તમ પ્લેટફોર્મ બની સામે આવ્યું છે.

શિષ્યવૃત્તિ / અનુ.જા. બાળકોના ભવિષ્યને લઇ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, શિષ્ય…

જીહા… ઉભરતા ક્રિકેટ ખેલાડીઓને સીધી IPL રમવા માટે ઉત્તમ તક RCB આપી રહ્યું છે. સમગ્ર ગુજરાત માંથી ક્રિકેટના ખેડાડીઓના ઉભરતા ટેલેન્ટને શોધવાના હેતુથી RCB દ્વારા સુરતમાં સિલેક્શન કેમ્પ યોજાયો છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર તારીખ 5 અને 6 જાન્યુઆરી પેસ અને સ્પિન બોલિંગનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ યોજાયો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૦૦ જેટલા બોલરોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે.

Gujarat / CM રૂપાણીએ લોંચ કર્યુ મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ…

આ કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન  કરવામાં આવ્યું છે. આમાં પસંદગી પામનાર ઉભરતી પ્રતિભાશાળી ખેલાડીને આરસીબી તેના  ટ્રેનીંગ કેમ્પ બેંગલોર ખાતે બોલાવશે.પ્રથમ વખત ડાયરેકટ IPLની ટીમમાં રમવા માટે ખેલાડીઓની પસંદગી કરવાનું સિલેક્શન શરૂ કરાતા પાયાના ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.સાથે પોતાનું સપનું સાકાર થવાની આશા બંધાઈ છે.

જોકે RCB દ્વારા ઉભરતા ક્રિકેટ ખેલાડીઓ માટે જ આ કેમ્પ રાખવામાં આવ્યો છે.અને તેનું વિડીયો ગ્રાફીથી રેકોર્ડિંગ પણ કરાઈ રહ્યું છે.16 વર્ષથી ઉપરના સાથે ગુજરાત રાજ્ય તરફથી કોઈ સિનિયર ટીમમાં રમતા કે રમી ચુક્યા ન હોય તેવા ખેલાડીઓ માટે આ તક આપવામાં આવી છે.અને તેવા ખેલાડીઓનું જ રજીસ્ટ્રેશન કરાયું હતું.હાલ તો ખાસ બોલરની પસંદગી ચાલી રહી છે જેને લઈ  દરેક ખેલાડીને 6 લીગલ બોલની ડિલિવરી નેટમાં વગર બેટ્સમેને કરાવી હતી. જેમાં સ્પિનર અને ફાસ્ટ બોલરો પાસે બોલિંગ કરાવી તમામનું વિડીયો રેકીર્ડિંગ કરાયું હતું. જેને આધારે RCB દ્વારા ઉભરતા ખેલાડીઓના સારા ટેલેન્ટને પારખી બેંગ્લોર બોલવામાં આવશે અને તેમને વિશેષ ટ્રેનિંગ આપી IPL માં  RCBની ટીમમાં રમવાની તક આપવામાં આવશે. RCBના આ પ્રકારના કેમ્પ થી ઉભરતા ક્રિકેટ ખેલાડીઓના સપનાને વેગ મળ્યો છે.

Gandhinagar: સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…