Tokyo Paralympics/ 4 પેરાલમ્પિક એથલીટ ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેમજ 25 ઓગસ્ટથી શરુ કરશે યાત્રા

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ભાવિના પટેલ અને સોનલબેન પટેલ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે.

Sports
Untitled 261 4 પેરાલમ્પિક એથલીટ ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેમજ 25 ઓગસ્ટથી શરુ કરશે યાત્રા

ભારતના 54 પેરાલમ્પિક એથલીટ દેશનું  પ્રતિનિધિત્વ કરશે અને 25 ઓગસ્ટે ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ માટે પોતાની યાત્રા શરુ કરશે. જેમાં  આ 54 એથલીટ  તીરંદાજી, એથ્લેટિક્સ (ટ્રેક એન્ડ ફિલ્ડ), બેડમિન્ટન, સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ સહિત નવ રમતોમાં ભાગ લેશે. તેમજ  ભારત દ્વારા કોઈપણ પેરાલિમ્પિક્સમાં મોકલવામાં આવેલી આ સૌથી મોટી ટુકડી છે.  જેમાં આ 54 રમતવીરો ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના  નો ભાગ  લેતા જોવા મળશે .

 મહત્વનું  એ છે કે  25 ઓગસ્ટથી શરૂ થતી ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ભાવિના પટેલ અને સોનલબેન પટેલ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે. જેમાં  ભાવિના મહિલા વ્હીલચેર ક્લાસ 4 કેટેગરીમાં ભાગ લેશે જ્યારે સોનલબેન વ્હીલચેર ક્લાસ 3 કેટેગરીમાં ભાગ લેશે. તેઓ મહિલા ડબલ્સની જોડીમાં પ્રવેશ કરશે. તે બંને રમતોના પહેલા દિવસે જ પોતાનો પડકાર રજૂ કરશે.

ભાવિના અને સોનલબેન ટોક્યોમાં પ્રથમ દિવસે એટલે કે 25 ઓગસ્ટથી તેમના ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ કરશે. ક્વોલિફાઇંગ રાઉન્ડ 25, 26 અને 27 ઓગસ્ટના રોજ થશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ અનુક્રમે 28 અને 29 ઓગસ્ટના રોજ યોજાશે.બંને ખેલાડીઓએ અમદાવાદ સ્થિત બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં કોચ લલન દોશીની દેખરેખ હેઠળ તાલીમ લીધી છે. જ્યારે ભાવિના હાલમાં તેની કેટેગરીમાં વિશ્વમાં 8 મા ક્રમે છે, સોનલબેન 19 માં ક્રમે છે. બંને સરદાર પટેલ પુરસ્કાર અને એકલવ્ય એવોર્ડ મેળવી ચૂકી  છે અને એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા રહ્યા છે.

અરુણા હાલમાં K-44 કેટેગરીમાં 30 મા ક્રમે છે અને વિયેતનામમાં યોજાયેલી 2018 એશિયન પેરા ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા રહી છે. ઉપરાંત, તે 2019 માં તુર્કીમાં યોજાયેલી વર્લ્ડ પેરા તાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા રહી છે. તેઓ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) નો એક ભાગ છે અને તેમને તેમની રમત સંબંધિત ચોક્કસ સાધનોની ખરીદી માટે નાણાકીય સહાય પણ મળી છે.