Valsad/ સ્પાની આડમાં ચાલતું  હતું કુટણખાનું, આટલી યુવતીને પોલીસે કરાવી મુક્ત 

સ્પાની આડમાં ચાલતું  હતું કુટણખાનું, આટલી યુવતીને પોલીસે કરાવી મુક્ત 

Gujarat Others
ss1 13 સ્પાની આડમાં ચાલતું  હતું કુટણખાનું, આટલી યુવતીને પોલીસે કરાવી મુક્ત 

@ ઉમેશ પટેલ , વલસાડ 

વલસાડ જિલ્લા એસ.પી ડો રાજદીપસિંહ ઝાલા ને મળેલી બાતમીના આધારે વલસાડ એલ.સી.બી દ્વારા રેડ કરી વલસાડના સાઈ લીલાં મોલમાં ચાલતાં સ્પામાં રેડ કરી કુટણખાનું  ઝડપી પડ્યું છે.

જીલ્લા એલસીબી ની ટીમે આ આખું ઓપરેશન હાથ ધાર્ઝયું હતું. છેલ્લા કેટલાક સમયથી આ વેપલો બે રોકટોક ચાલી રહ્યો હતો. જેની જાણ વલસાડ એલસીબીને થતાં તેમણે મંગળવારની સાંજે ત્યાં દરોડો પાડી આ વેપલો બંધ કરાવ્યો હતો.

Gujarat / CM રૂપાણીએ લોંચ કર્યુ મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ…

એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતે અહીં પાડેલા દરોડામાં સ્પામાં કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક, મોહમદ ગઝાલી મોહમદ ફારુક શેખ અને મસાજ કરાવવા આવેલો વાપીના નબીરા મૃદુલ મહેન્દ્ર લાલવાણીને પકડી પાડ્યા હતા. જ્યારે તેની સંચાલિકા પુનમ અશોક જૈન ત્યાં હાજર ન હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે આ સ્પામાંથી 2 સિક્કીમ અને 2 મુંબઇની યુવતીને પકડી પાડી હતી. આ યુવતીઓનું જરૂરી કાર્યવાહી કરી યુવતી ઓને મુક્ત કરવી હતી પોલીસે તેમને મુક્ત કરી હતી.

શિષ્યવૃત્તિ / અનુ.જા. બાળકોના ભવિષ્યને લઇ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, શિષ્ય…

વલસાડ ના સાઇલીલા મોલ ખાતે ચાલતા કુટણખાના એલ.સી.બી એ રેડ કરતા ઘણા મોટા ખુલાસા ઓ થયા હતા અગાઉ પણ સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપર પર વર્ષ 2019માં પોલીસે દરોડો પાડી તેને બંધ કરાવી દીધું હતુ, પરંતુ નફ્ફટ સંચાલિકાએ તેનું નામ બદલી ફરીથી આ વેપલો વલસાડમાં શરૂ કર્યો હતો. સાંઇ લીલા મોલમાં ચાલતું આ સ્પા અગાઉ કાસા ફૂટ એન્ડ બોડી સ્પાના નામે ચાલુ કર્યું હતુ. જેના પર દરોડા બાદ તેણે ધ લક્ઝરી સ્પા એન્ડ વેલનેસના નામે સ્પાની આડમાં કુટણખાનુ ફરીથી શરૂ કર્યું હતુ. જેના પર પોલીસે દરોડો પાડ્યો હતો.

Gandhinagar: સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…