બોલિવૂડ/ વેક્સિન લગાવવા છતાં કોરોના સંક્રમિત થયો યુફોરિયા બેન્ડ ફેઈમ ગાયક પલાશ સેન

કોરોના વાયરસ દેશભરમાં તેનો તરખાટ મચાવવાનો ચાલુ રાખ્યો છે,ઘણા સેલેબ આના શિકાર બન્યા છે. આ શ્રેણીમાં હવે વધુ એક સેલિબ્રિટી નો ઉમેરો થયો છે. ગાયક પલાશ સેને શનિવારે જણાવ્યું હતું કે તે કોરોના વાયરસનું સંક્રમણ લાગુ પડ્યું છે.

Trending Entertainment
palash વેક્સિન લગાવવા છતાં કોરોના સંક્રમિત થયો યુફોરિયા બેન્ડ ફેઈમ ગાયક પલાશ સેન

કોરોના વાયરસ દેશભરમાં તેનો તરખાટ મચાવવાનો ચાલુ રાખ્યો છે,ઘણા સેલેબ આના શિકાર બન્યા છે. આ શ્રેણીમાં હવે વધુ એક સેલિબ્રિટી નો ઉમેરો થયો છે. ગાયક પલાશ સેને શનિવારે જણાવ્યું હતું કે તે કોરોના વાયરસનું સંક્રમણ લાગુ પડ્યું છે. નોંધનીય છે કે પલાશે COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસીનો પ્રથમ ડોઝ લીધા હોવા છતાં, તે કોરોના પોઝિટિવ બન્યો છે. તેણે ખુદ તેના ચાહકોને માહિતી આપી છે.

બ્રહ્મલીન / મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે થયા બ્રહ્મલીન : સરખેજ આશ્રમ ખાતે સવારે 9.30 સુધી દર્શનાર્થે રખાશે પાર્થિવદેહ

Palash Sen, Palash Sen tested positive

ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા ગાયક પલાશ સેને કહ્યું કે તે હાલમાં ઘરે કવોરેન્ટાઇનમાં છે અને યોગ, આયુર્વેદ અને પુષ્કળ પાણી પીને આ ચેપ સામે લડી રહ્યો છે. સેને લખ્યું કે, ‘આજે મને મળેલા સમાચાર સારા નથી. પરંતુ આજે તે દિવસ છે જ્યારે મેં નવી લડાઈ લડવાનું શરૂ કર્યું. દુર્ભાગ્યે મને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે અને ઘરે આયસોલેશન હેઠળ રહું છું.. હું આરામથી, યોગ કરીને, આયુર્વેદ દ્વારા અને સંગીતની મદદથી, પુષ્કળ પાણી પીને આ રોગની લડત લડી રહ્યો છું. ‘

રસીકરણનો રેકોર્ડ / ભારતે સર્જ્યો નવો રેકોર્ડ : અમેરિકા-ચીનને પાછળ છોડીને 85 દિવસોમાં 10 કરોડથી વધારેનું રસીકરણ

Palash Sen, Palash Sen tested positive

પલાશ સેને વધુમાં કહ્યું કે, ‘હું છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ તેમની તપાસ કરાવે અને એકાંતમાં જીવે છે. મારી રસીનો પ્રથમ ડોઝ લેવા છતાં મને ચેપ લાગ્યો હતો. ”સેને દિલ્હીની યુનિવર્સિટી મેડિકલ સાયન્સ કોલેજ (યુસીએમએસ) માં મેડિસિનનો અભ્યાસ કર્યો છે. ગાયકે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તે આ યુદ્ધ ચોક્કસપણે જીતી લેશે.

બદલાશે ઠેકાણું / મુખ્તાર અંસારીની સોપારી લેનાર લંબુ શર્મા બક્સર જેલમાંથી થશે શિફ્ટ, અન્ય 15 કેદીઓનું પણ બદલાશે ઠેકાણું

Palash Sen tests positive for Covid-19 | Entertainment News,The Indian  Express

ગાયકે એન્ટિ કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ 2 એપ્રિલે અહીંના આઈબીએસ હોસ્પિટલમાં લીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…