French Open/ રાફેલ નડાલે 14મી વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો,આ રેકોર્ડ પોતાના નામે કર્યો

રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસનો મેન્સ સિંગલ ટાઇટલ જીતી લીધું છે. નડાલે રવિવારે પેરિસમાં રમાયેલી ફાઇનલમાં આઠમો ક્રમાંકિત નોર્વેના કેસ્પર રૂડને 6-3, 6-3, 6-0થી હરાવ્યો હતો

Top Stories Sports
9 3 રાફેલ નડાલે 14મી વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો,આ રેકોર્ડ પોતાના નામે કર્યો

રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસનો મેન્સ સિંગલ ટાઇટલ જીતી લીધું છે. નડાલે રવિવારે પેરિસમાં રમાયેલી ફાઇનલમાં આઠમો ક્રમાંકિત નોર્વેના કેસ્પર રૂડને 6-3, 6-3, 6-0થી હરાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ 2 કલાક અને 18 મિનિટ સુધી ચાલી હતી. નડાલનું આ 14મું ફ્રેન્ચ ઓપન ટાઈટલ હતું. આ સાથે નડાલે કુલ 22 ગ્રાન્ડ ટાઇટલ જીત્યા છે. 36 વર્ષીય રાફેલ નડાલ પણ ફ્રેન્ચ ઓપન જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. બીજી તરફ, રૂડ પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો.