Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઝડપવામાં વધારો

અમદાવાદ એરપોર્ટથી છેલ્લા બે વર્ષમાં 170 કિલો સોનું ઝડપાયું હતું. આમ, એક જ વર્ષમાં એરપોર્ટથી દાણચોરીનું……….

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટથી છેલ્લા બે વર્ષમાં 170 કિલો સોનું ઝડપાયું હતું. આમ, એક જ વર્ષમાં એરપોર્ટથી દાણચોરીનું સોનું ઝડપવાના પ્રમાણમાં 65 ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2024માં 241.1 કિલો સોનું ઝડપાયેલું છે.

નાણાકીય વર્ષ 2022-23માં 107 કિલો અને 2023-24માં 170 કિલો સોનું ઝડપવાના પ્રમાણમાં 65 ટકાનો વધારો થયો છે. મોટાભાગના કેરિયર્સ યુઓઈ, બેંગકોક, થાઈલેન્ડથી દાણચોરીનું સોનું અમદાવાદમાં લાવતા હોય છે. જોકે, દાણચોરી કરવાની પદ્ધતિમાં સતત ફેરફાર કરવામાં આવ્યો છે. દાણચોરો સોનાને છુપાવવા, અંડરગાર્મેન્ટ, સેનિટરી નેપકિન, સહિત અનેક ટેકનિક અપનાવવામાં આવે છે. મોટાભાગના કિસ્સામાં અગાઉથી બાતમી અને શરીરના હાવભાવને આધારે પકડી લાવવામાં આવે છે.

માહિતી મુજબ સોનાની કિંમત વધે તેમ દાણચોરીના પ્રમાણમાં વધારો થયો છે. 2018-19માં 81 કિલો, 2019-20માં 107 કિલો, 2020-21માં 17 કિલો, 2021-22માં 33 કિલો, 2022-23માં 107 કિલો, 2023-24માં 170 કિલો સોનાની દાણચોરી થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત

આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી