Gujarat Weather/ ગુજરાતમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે. અમરેલી, ભાવનગર, જામનગર સહિતના………..

Top Stories Gujarat Breaking News
Image 2024 07 14T084752.668 ગુજરાતમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Gujarat Weather News: ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે. રાજ્યમાં  હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 35 થી 45 કિમીની રહેશે.

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે. અમરેલી, ભાવનગર, જામનગર સહિતના જીલ્લામાં ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા મેઘ મહેર થશે. અગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 35 થી 45 કિલોમીટરની રહેશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ પવન સાથે વરસાદ રહેશે જેથી વાતાવરણમાં ખૂબ જ ઠંડક ફેલાઈ હોવાનો અહેસાસ થશે.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ અપવામાં આવ્યું છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિત વરસાદનું જોર રહેશે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગઈકાલે સવારે 6 વાગ્યાથી બપોર 4 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
નવસારી ગણદેવી 6.06
વલસાડ વલસાડ 5.47
નવસારી ખેરગામ 4.69
વલસાડ ઉમરગામ 4.37
નવસારી ચીખલી 4.06
વલસાડ કપરાડા 4.02
વલસાડ પારડી 3.43
વલસાડ વાપી 3.27
નવસારી વાંસડા 2.99
વલસાડ ધરમપુર 2.99
ડાંગ વાઘાઈ 2.13
નવસારી નવસારી 1.77
તાપી ઉચ્છલ 1.65
ડાંગ ડાંગ-આહવા 1.54
તાપી ડોલવણ 1.42
નવસારી જલાલપોર 1.26
નર્મદા સાગબારા 1.18
તાપી નિઝર 1.10
સુરત માંડવી 1.06
તાપી સોનગઢ 0.98

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે

આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ