Rajkot News/ રાજકોટમાં નબીરા બેફામઃ કારચાલકે રસ્તો ક્રોસ કરતાં માતાપુત્રને કચડ્યા

રાજકોટમાં નબીરા બેફામ થઈ ગયા છે. આ જ રીતે બેફામ કાર ચલાવતા નબીરાની કારની રફતારે બેનો જીવ લીધો હતો. મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં સતત હિટ એન્ડ રનની ઘટના બની હતી.

Gujarat Rajkot Breaking News

રાજકોટઃ રાજકોટમાં નબીરા બેફામ થઈ ગયા છે. આ જ રીતે બેફામ કાર ચલાવતા નબીરાની કારની રફતારે બેનો જીવ લીધો હતો. મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં સતત હિટ એન્ડ રનની ઘટના બની હતી. બેફામ કાર ચલાવનારે રસ્તો ક્રોસ કરતાં ત્રણ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક બાળકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે માતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. કારચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. મેટોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે કારના નંબરના આધારે કાર ચલાવનારની શોધખોળ આદરી છે.

ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આરોપીને મુક્ત થવું આસાન નહીં હોય. આઈપીસીની કલમ 104 હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે તે ગુનામાં બે વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે.

જોકે હવે પ્રસ્તાવિત બિલમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે ગુનામાં દોષિત હત્યા ન થાય, જેમાં આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે, તે બંને સજાને પાત્ર છે, એટલે કે કેદ અને દંડ કરવામાં આવશે. તેની અવધિ દસ વર્ષ સુધીની હોઈ શકે છે અને દંડ પણ લાદવામાં આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: AMTSને બસોમાં સપ્લાયમાં વિલંબ, સપ્લાયરો સામે આકરા પગલાંની માંગ

આ પણ વાંચો: RTOમાં ફરી સારથિ સર્વરના ધાંધિયા, બે દિવસ માટે લાઇસન્સની કામગીરી બંધ

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં