Not Set/ રાજ્યનાં 14 જિલ્લામાં એક જ યુવતીનાં 27 થી વધારેવાર લગ્ન કરાવનાર મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર મહિલા ભરૂચમાં ઝડપાઇ

આંતરરાષ્ટ્રિય સેક્સ રેકેટની સૂત્રધાર મનાતી વહીદા મલેશિયા ખાતે પણ ગુનામાં ચાર વર્ષનો જેલવાસ ભોગવી ચૂકી છે. છેલ્લા ચાર વર્ષથી મલેશીયા કાંડની મુખ્યસુત્રધાર વહીદા ઉર્ફે મીના પોલીસ ધરપકડથી દુર છે.

Gujarat Others

@મુનિર પઠાણ, મંતવ્ય ન્યૂઝ – ભરૂચ

આંતરરાષ્ટ્રિય સેક્સ રેકેટની સૂત્રધાર મનાતી વહીદા મલેશિયા ખાતે પણ ગુનામાં ચાર વર્ષનો જેલવાસ ભોગવી ચૂકી છે. છેલ્લા ચાર વર્ષથી મલેશીયા કાંડની મુખ્યસુત્રધાર વહીદા ઉર્ફે મીના પોલીસ ધરપકડથી દુર છે.

શું લેવાશે પરીક્ષા? / ધોરણ 12 ની પરીક્ષા પર SC માં સુનાવણી ટળી, જાણો ક્યારે થઇ શકે છે નિર્ણય?

ગુજરાતનાં 14 જિલ્લાઓમાં એક જ યુવતીનાં 27 થી વધારે વાર લગ્ન કરાવનાર મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર વહીદા ઉર્ફે મીના ઉર્ફ મુન્નીને ભરૂચમાંથી પોલીસે ઝડપી પાડી છે. મીના છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર હતી. મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર ભરૂચની રૂંગટા સ્કૂલ પાછળથી પોલીસનાં હાથમાં આવી ગઇ છે. બહુનામધારી વહીદા મલેશિયા ખાતે પણ ગુનામાં ચાર વર્ષનો જેલવાસ ભોગવી ચૂકી હોવાનું બહાર આવ્યુ છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લા અને જિલ્લા બહારનાં નાસતા-ફરતા આરોપી પકડવા તથા પેરોલ, ફર્લો, વચગાળાનાં જામીન, પોલીસ જપ્તા તથા જેલ ફરારી કેદી આરોપીઓ શોધી કાઢવા અંગે ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમનાં માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન પોલીસને મળેલ બાતમીનાં આધારે ભરૂચ શહેર ‘બી’ ડીવી પોલીસે છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર મહિલા આરોપી વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લરખા પઠાણ રહે. રૂંગટા સ્કુલની પાછળ, સુથીયાપુરાની ખાડી, ભરૂચને તેના ઘરેથી ઝડપી પાડી હતી. તેની સામે આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવી છે.

મોટા સમાચાર / નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણય

ઝડપાયેલી બહુનામધારી વહીદા ભોગ બનનાર બહેનનાં લગ્ન કરાર જુદા-જુદા ખોટા નામવાળા લગ્ન કરાર સ્ટેમ્પ પેપર તૈયાર કરી ખોટા દસ્તાવેજો બનાવી ફરીયાદીને કોઈ પણ જાતનું વળતર નહિ આપી લગ્ન કરાવી ઠગાઈ છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરવાની એમ.ઓ. ધરાવે છે. ભરૂચની તલ્લાક સુદા યુવતીને દેહવિક્રયનાં ધંધામાં ધકેલી લાવી હતી. અલબત્ત, તેના તાણાવાણા મલેશિયા સુધી પણ પહોચ્યા હતા. પોલીસે આ આંતરરાષ્ટ્રિય સેક્સ રેકેટમાં અગાઉ પાંચ મહિલા સહિત 11 ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વહીદા મલેશીયા ખાતે આચરેલ ગુન્હામાં મલેશીયા જેલમાં સજા ભોગવી ચુકી છે. આ યુવતીની સાથે ગુજરાતના ડેડીયાપાડાની પણ એક મહિલા સેક્સ રેકેટનો ભોગ બનીને મલેશિયા પહોચી ગઇ હતી. પોલીસે હવે વહીદાની વધુ તપાસ આરંભી દીધી છે.