Election/ ચૂંટણી પંચે BJPને ફાયદા માટે EVM સાથે કર્યા ચેડા : કોંગ્રેસ નેતા ડો.હેમાંગ વસાવડાનો સણસણતો આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. EVMને લઈને કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ સવાલો ઉઠાવ્યા છે. હેમાંગ વસાવડાએ આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી પંચ ભાજપના દોરી સંચાર હેઠળ કામ કરી રહ્યું છે. રાજ્યમાં

Top Stories Gujarat
hemang vasavada ચૂંટણી પંચે BJPને ફાયદા માટે EVM સાથે કર્યા ચેડા : કોંગ્રેસ નેતા ડો.હેમાંગ વસાવડાનો સણસણતો આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. EVMને લઈને કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ સવાલો ઉઠાવ્યા છે. હેમાંગ વસાવડાએ આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી પંચ ભાજપના દોરી સંચાર હેઠળ કામ કરી રહ્યું છે. રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉપયોગમાં આવનાર EVMમાં ભાજપનું નિશાન મોટું રાખવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેકવાર ચૂંટણી  પત્યા બાદ EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર સવાલો ઉઠાવ્યા છે. ત્યાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવે છે કે કોંગી નેતાઓ ચૂંટણી હાર્યા બાદ હારનું ઠીકરૂં ઇવીએમ મશીન પર ફેંકે છે. પરંતુ આ દરમિયાન દેશમાં અનેકવાર ઇવીએમનો બહિષ્કાર કરવાની ચિમકી અનેક નેતાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી EVM દ્વારા જ યોજાવાની છે પરંતુ તે પહેલા કોંગ્રેસ નેતાએ EVMને લઈને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

Image result for image of dr evm

PM Modi / PM મોદીએ હેલિકોપ્ટરથી નિહાળી ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની ઝલક, શેર કરી મનમોહક તસવીર

કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડાએ આજે પ્રેસ કોંફરન્સ કરી ભાજપ પર મોટો આક્ષેપ કર્યો હતો અને ચૂંટણી પંચ સામે વાંધો ઉઠાવ્યો હતો. હેમાંગ વસાવડા અનુસાર ચંટણી પંચ દ્વારા EVM મશીનમાં ભાજપનું ચિન્હ ઘાટું અને મોટું બનાવવામાં આવ્યું છે. 4 કમળ જ નજરમાં આવે તેવું EVMમાં નિશાન ઘાટા છાપ્યા છે. જો ચૂંટણી પંચ 24 કલાકમાં પ્રિન્ટિંગ નહિ સુધારે તો કાયદાકીય રીતે આગળ વધીશું તેવું વસાવડાએ જણાવ્યું હતું.EVM બે હિસ્સામાં વહેંચાયેલા હોય છે. કંટ્રોલ યુનિટ અને બેલોટિંગ યુનિટ. આ બંને યુનિટ્સ એકબીજા સાથે 5 મીટર લાંબા કેબલ દ્વારા જોડાયેલા હોય છે. મતદાન કરનારા જાગૃત નાગરિકોએ જોયું હશે, કે મતદાનમથક પરના ચૂંટણી અધિકારી પાસે કંટ્રોલ યુનિટ રાખેલું હોય છે, જયારે ઈવીએમનો બીજો ભાગ, એટલે કે બેલોટિંગ યુનિટ મતદાન માટે બનાવાયેલા અલાયદા ક્મ્પાર્ટમેન્ટમાં હોય છે. સામાન્ય સંજોગોમાં બેલોટિંગ યુનિટ ‘લોક’ હોય છે.

Image result for image of dr evm

Rules / શું તમે FASTag નથી લગાવ્યું..? તો તરત જ કરો ઓર્ડેર, સરકાર આ સમયમર્યાદા ફરીથી નહિ લંબાવે

જયારે મતદાતા મત આપવા પહોંચે ત્યારે ચૂંટણી અધિકારી પોતાની પાસેના કંટ્રોલિંગ યુનિટનું બટન દબાવીને બેલોટિંગ યુનિટ વાળા હિસ્સાને ‘અનલોક’ કરે છે. આથી બેલોટિંગ યુનિટ એક્ટિવ થાય છે. જે-તે ઉમેદવારના નામ આગળના બટનને દબાવીને મતદાતા પોતાનો મત તે ઉમેદવારને આપી શકે છે. જેવું બટન દબાય કે તરત ‘બીપ’નો અવાજ આવે છે અને રેડ લાઈટ થાય છે, જે દર્શાવે છે મત સાચી રીતે રજિસ્ટર થઇ ચૂક્યો છે. એક મત રજિસ્ટર થાય કે તરત જ બેલોટિંગ યુનિટ ફ્રીથી ‘લોક’ થઇ જાય છે. બીજા મતદાતા માટે, ચૂંટણી અધિકારી ફ્રીથી પોતાની પાસેના કંટ્રોલિંગ યુનિટનું બટન દબાવીને બેલોટિંગ યુનિટને ‘એક્ટિવ’ કરે છે. આમ ઇવીએમ દ્વારા ‘એક વ્યક્તિ એક મત’નો સિદ્ધાંત સુપેરે જળવાય રહે છે.

Image result for image of dr evm

Earthquake / જાપાનમાં સતત બીજા દિવસે 5.2ની તીવ્રતાનો ભૂકંપ,લોકોમાં ગભરાટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…