વેલેન્ટાઇન ડે પર એક મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેના પતિને એક અજીબ ગિફ્ટ આપવામાં આવી છે. હકીકતમાં મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર તેના પતિને પસંદગીની તમામ મહિલાઓના ફોટા પ્રિન્ટ કરાવીને તેના પતિને ભેટ આપી હતી. ત્યારબાદ મહિલાએ વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે ગ્લોરિયા નામના ટિકટોક યૂઝર્સ અમેરિકાનો છે. તેણે વેલેન્ટાઇન ડે પર પતિને એક અજીબ ગિફ્ટ આપતો એક વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શન લખ્યું – ‘વેલેન્ટાઇન ડે પર તમે પતિ / પ્રેમીને શું ગિફ્ટ આપી?’ આ વીડિયો એક જ દિવસમાં એક કરોડ 38 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
ગ્લોરિયાએ પહેલા ઇન્સ્ટાગ્રામ પરથી તે તમામ મહિલાઓની તસવીર ડાઉનલોડ કરી અને પછી તેની પ્રિન્ટ કાઢી હતી. તેને વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ આપી ગિફ્ટના રુપમાં સોંપી દીધી.
ગ્લોરીયાએ લખ્યું છે કે દરેક જણ કોઇ તેમના જીવનસાથીને ગિફ્ટ આપવાની વાત કરે છે. હું મારુ ‘ક્યૂટ બોક્સ પણ બતાવીશ. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ગ્લોરિયાની પ્રશંસા કરી છે, ઘણા લોકોએ આ પર સવાલો પણ ઉભા કર્યા છે.
એક સોશિયલ મીડિયા યૂઝરે ગ્લોરિયાના વીડિયો પર ટિપ્પણી કરી અને લખ્યું કે તેણે પણ પતિનો જવાબ પોસ્ટ કરવો જોઈએ. જ્યારે એક યૂઝરે લખ્યું કે પતિને પસંદ આવ્યું જ હશે. પરંતુ અન્ય વ્યક્તિએ ટિપ્પણીમાં કહ્યું કે જો પતિને અન્ય મહિલાઓના ફોટાને લાઇક ન કરી શકે. તો હું એકલી છું! ગ્લોરિયાએ પણ એક અલગ વીડિયોમાં તેના પતિની પ્રતિક્રિયા શેર કરી છે.