America helped Ukraine/ અમેરિકાએ યુક્રેનને 2.5 અબજ ડોલરની સૈન્ય સહાયની કરી મોટી જાહેરાત

યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે યુક્રેન માટે લશ્કરી સહાયના નવા પેકેજની જાહેરાત કરી છે. અમેરિકાએ આ નવા પેકેજમાં 2.5 બિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે

Top Stories India
America helped Ukraine

America helped Ukraine:   યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે યુક્રેન માટે લશ્કરી સહાયના નવા પેકેજની જાહેરાત કરી છે. અમેરિકાએ આ નવા પેકેજમાં 2.5 બિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે. પ્રાપ્ત   માહિતી અનુસાર તેમાં સેંકડો બખ્તરબંધ વાહનો અને યુક્રેનના હવાઈ સંરક્ષણ માટે સપોર્ટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે થોડા અઠવાડિયા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા હતા, જેમાં અમેરિકાએ મદદની ખાતરી આપી હતી.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે (America helped Ukraine) પોતાના નિવેદનમાં કહ્યું કે આ નવીનતમ સહાયમાં 59 બ્રેડલી ફાઈટિંગ વ્હિકલ અને 90 સ્ટ્રાઈકર આર્મર્ડ પર્સનલ કેરિયર્સ સામેલ છે. ઉલ્લેખનીય છે કે  આ પહેલા પણ અમેરિકા યુક્રેનની મદદ કરતું આવ્યું છે. યુક્રેનને મળતી વૈશ્વિક મદદમાં અમેરિકા અને બ્રિટન સતત મદદ કરી રહ્યા છે. યુક્રેનને મળેલું આ નવું પેકેજ યુદ્ધમાં ઘણી મદદ કરશે.

યુક્રેનને અત્યાર સુધીમાં $27.4 બિલિયનથી વધુની સહાય
સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે નવીનતમ સહાયમાં હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (HIMARS), આઠ એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમ્સ, હજારો આર્ટિલરી રાઉન્ડ અને લગભગ 2,000 એન્ટી-આર્મર રોકેટનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાના આક્રમણ પછી, યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેનને કુલ 27.4 બિલિયન ડોલરથી વધુની સુરક્ષા સહાયતા આપી છે.

પશ્ચિમ યુક્રેનને મદદની ખાતરી આપે છે
પશ્ચિમી સાથીઓએ યુક્રેનને અબજો ડોલરના શસ્ત્રો આપવાનું વચન આપ્યું છે. યુક્રેન મોસ્કોના આક્રમણનો સામનો કરવા માટે વધુ સહાય માટે મદદ માંગી રહ્યું છે. ડિસેમ્બરમાં વોશિંગ્ટનની તેમની મુલાકાતમાં રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુએસ કોંગ્રેસને કહ્યું હતું કે યુક્રેનને સહાય એ લોકશાહીમાં રોકાણ છે, ચેરિટી નહીં

બીબીસી ડોક્યુમેન્ટરી/ ગુજરાત રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટરી પર યુકેમાં હોબાળો,PM ઋષિ સુનકે પાકિસ્તાની મૂળના સાંસદને આપ્યો જારેદાર જવાબ

Hockey/ ભારતનું અદભૂત પ્રદર્શન, વેલ્સને હરાવીને હોકી વર્લ્ડ કપના ક્રોસ ઓવર માટે ક્વોલિફાય