Not Set/ સંતાનો સાથે માતાએ કુવામાં ઝંપલાવ્યું,ચારના મોત

વિસાવદર, રાજ્યમાં માતાઓ તેમના સંતાનો સાથે આત્મહત્યા કરી લે તેવા બનાવોમાં વધુ એક વધારો થયો છે.જૂનાગઢના વિસાવદરમાં એક માતાએ તેના ચાર સંતાનો સાથે આત્મહત્યા કરી હતી. વિસાવદરમાં આવેલા જેતલવડ ગામની એક મહિલાએ તેના ચાર સંતાનો સાથે રસ્તામાં આવેલા કુવામાં ઝંપલાવ્યું હતું.આ કરૂણ ઘટનામાં માતા સહિત ત્રણ બાળકોના મોત થયા છે,જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ […]

Top Stories Gujarat Others
mmo 18 સંતાનો સાથે માતાએ કુવામાં ઝંપલાવ્યું,ચારના મોત

વિસાવદર,

રાજ્યમાં માતાઓ તેમના સંતાનો સાથે આત્મહત્યા કરી લે તેવા બનાવોમાં વધુ એક વધારો થયો છે.જૂનાગઢના વિસાવદરમાં એક માતાએ તેના ચાર સંતાનો સાથે આત્મહત્યા કરી હતી.

વિસાવદરમાં આવેલા જેતલવડ ગામની એક મહિલાએ તેના ચાર સંતાનો સાથે રસ્તામાં આવેલા કુવામાં ઝંપલાવ્યું હતું.આ કરૂણ ઘટનામાં માતા સહિત ત્રણ બાળકોના મોત થયા છે,જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાને પગલે કુવામાંથી આ પરિવારને બહાર કાઢવા તરવૈયા સહિત પોલિસ અને ઇમરજન્સી સર્વિસ 108નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને કૂવામાંથી તેમના મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢના વિસાવદરના જેતલવડ ગામે એક માતાએ 4 બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે 70 ફૂટ ઉંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાને પગલે ગામજનો અને આસપાસના લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા, અને કૂવામાંથી પાંચેય લોકોને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા છે, જ્યારે માતાનું પણ મોત થયું છે.

વિસાવદરના જેતલવડ ગામે ચારણ પરિવારની મહિલા જીવુબેન કાળુભાઇ વિરમએ પોતાની બે પુત્રી જાનવી અને હેત્વી તથા બે પુત્રો કરણ અને રાજુ સાથે 70 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું હતું. જેમાં માતા જીવુબેન, જાનવી, હેત્વી અને કરણનું મોત નીપજ્યું છે, જ્યારે સાત વર્ષના રાજુને બચાવી લેવાયો છે, તેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.,ઘટનાને પગલે વિસાવદર પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી,

આ ઘટનામાં ઘરકંકાશના કારણે પરિણિતાએ પોતાના બાળકો સાથે જીવન ટૂંકાવવાનું કારણ સામે આવ્યું છે. તરવૈયાઓને એક બાળકને શોધવામાં સફળતા મળી હતી, આ સાથે અન્ય બે બાળકની લાશ પણ મળી આવી હતી. હાલ તરવૈયા માતા અને એક બાળકની કૂવામાં શોધખોળ કરી રહી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.