Night Curfew/ રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ

રાજ્યમાં સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યા બાદ સામે આવ્યુ છે. જ્યા રાત્રે 11 થી કર્ફ્યુ અમલનાં પ્રથમ દિવસે લોકોએ નિયમભંગ કરવાનું શરૂ કર્યુ છે. 

Top Stories Gujarat Others
Night Curfew
  • રાત્રે 11 થી કરફ્યુ અમલના પ્રથમ દિવસે નિયમભંગ
  • 68 વાહનચાલકો 11 વાગ્યાના કરફ્યુસમયથી અજાણ
  • વાહનચાલકો પાસેથી 10 લાખ દંડ
  • કરફ્યુભંગ કરનારા 300 નાગરિકો પકડાયા
  • માસ્કર વગરના 550 નાગરિકો પકડાયા
  • રાજાપાઠમાં વાહન ચલાવતાં 27ની ધરપકડ
  • માસ્કવગરના નાગરિકોનો 5 લાખ દંડ વસૂલ
  • હવે રાત્રિકરફ્યુમાં પોલીસતંત્ર વધુ કડક

આપણા દેશમાં નિયમો જાણે તોડવા માટે જ બને છે તેવુ લાગી રહ્યુ છે. જ્યા નો-પાર્કિગનું બોર્ડ હોય ત્યા જ લોકો વાહન પાર્કિંગ કરે છે, એટલે કે જે નિયમ હોય તેનાથી વિપરીત જ કરવુ લોકોએ જાણએ વિચારી લીધુ છે. તાજુ ઉદાહરણ રાજ્યમાં સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યા બાદ સામે આવ્યુ છે. જ્યા રાત્રે 11 થી કર્ફ્યુ અમલનાં પ્રથમ દિવસે લોકોએ નિયમભંગ કરવાનું શરૂ કર્યુ છે.

આ પણ વાંચો – ઓમિક્રોનની દહેશત વચ્ચે / ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગ વચ્ચે સોમવારે મહત્વની બેઠક,રેલીઓ સંદર્ભે નિર્ણય લેવાશે!

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વધતા કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકારે રાત્રિ કર્ફ્યુનાં સમયને લંબાવી કડક બનાવ્યુ છે. હવે રાત્રિ કર્ફ્યુનો સમય 11 થી 5 કરવામાં આવ્યો છે. આ કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ જનતા દ્વારા તેનો નિયમભંગ કરવામાં આવ્યો છે. ગત રાત્રિએ 68 વાહનચાલકો 11 વાગ્યાનાં કર્ફ્યુ સમયથી અજાણ હતા. રાત્રિ કર્ફ્યુભંગ કરનારા 300 નાગરિકો પકડાયા હતા. પોલીસે આ દરમ્યાન વાહનચાલકો પાસેથી અંદાજે 10 લાખનો દંડ વસૂલ્યો છે. જેમા માસ્ક વગરનાં 550 નાગરિકો પકડાયા હતા. જેમની પાસેથી પોલીસે 5 લાખનો દંડ વસૂલ્યો છે. રાત્રિ દરમ્યાન રાજાપાઠમાં વાહન ચલાવતા 27 લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. ઓમિક્રોનનાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખતા હવે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાં પોલીસ તંત્ર વધુ કડક બને તો નવાઇ નહી.