મહારાષ્ટ્રના શિરડીમાં આવેલા સાંઇબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સંસ્કૃતિપૂર્ણ રીતે ભારતીય પરંપરા અનુસાર વસ્ત્રો પહેરવા અંગે અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટે આવા બોર્ડ લગાવ્યા છે જેમાં ભક્તોને મંદિરમાં પૂજા કરવા અને મંદિરના દર્શન કરવા ભારતીય પરમ્પરા અનુસાર વસ્ત્ર પરિધાન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
નોંધનીય છે કે શિરડી સાંઇબાબા મંદિર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. સાંઇબાબાના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તો અહીં આવે છે. ટ્રસ્ટનું કહેવું છે કે કેટલીક મહિલા ભક્તોએ નાના કપડા પહેર્યા હતા, જેની ફરિયાદ મળ્યા બાદ અપીલ કરવામાં આવી છે.
દેશના આ મંદિરોમાં ડ્રેસ કોડ નક્કી કરાયો છે
મહાબળેશ્વર મંદિર: કર્ણાટકના ગોકર્ણનું મહાબળેશ્વર મંદિરમાં ભક્તોને પરંપરાગત વસ્ત્રો પહેરવાનો નિયમ છે. પુરુષ ભક્તો માટે ધોતી પહેરવાની અને મહિલાઓ માટે સલવાર સૂટ અને સાડીની જોગવાઈ છે. અહીં શર્ટ-પેન્ટ, ટોપી, કોટ વગેરે પહેરેલા લોકોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી.
મહાકાળેશ્વર મંદિર: ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાળેશ્વર મંદિરમાં સ્ત્રી ભક્તો માટે ડ્રેસ કોડ સાડી અને પુરુષ ભક્તો માટે ધોતી છે. ફક્ત આ ડ્રેસ કોડ પહેરેલા લોકોને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી છે. આ નિયમો સામાન્ય જનતાની સાથે સાધુ અને સાધ્વીઓ પર પણ લાગુ પડે છે.
આ ઉપરાંત, સબરીમાલા મંદિર, રામેશ્વરમ, કેરળના પદ્મનાભસ્વામી મંદિર, મધ્યપ્રદેશના ગુનામાં સ્થિત જૈન મંદિરમાં ભક્તોના પોશાકને લગતા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરના પૂજારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મંદિરમાં પણ તેની વાત કરવામાં આવી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…