Not Set/ અમદાવાદના વેપારી સાથે દિલ્હીમાં લસણની ખરીદી બાબતે થઇ છેતરપિંડી

શાસ્ત્રીનગરના સરદાર પટેલ નગરમાં રહેતા અને એસજી હાઈવે પર શપથ કોમ્પ્લેક્સમાં અનમોલ ક્વોલિટી ફૂડ નામે મસાલાનો વ્યવસાય કરતા પલક પટેલની ઓફિસની મહિલા કર્મચારીના મોબાઇલમાં 13 ઓગસ્ટના રોજ દિલ્હીથી વરુણ જૈન નામના યુવકે ફોન કરી સૂકવેલા લસણની ખરીદી કરવા જણાવ્યું હતું. સેમ્પલમાં આવેલ લસણ પસંદ આવતાં પલક પટેલ 4 સપ્ટેમ્બરના રોજ ફ્લાઈટથી દિલ્હી ગયા હતા. એરપોર્ટ […]

Top Stories Ahmedabad Gujarat
1140 Identifying Fraud અમદાવાદના વેપારી સાથે દિલ્હીમાં લસણની ખરીદી બાબતે થઇ છેતરપિંડી

શાસ્ત્રીનગરના સરદાર પટેલ નગરમાં રહેતા અને એસજી હાઈવે પર શપથ કોમ્પ્લેક્સમાં અનમોલ ક્વોલિટી ફૂડ નામે મસાલાનો વ્યવસાય કરતા પલક પટેલની ઓફિસની મહિલા કર્મચારીના મોબાઇલમાં 13 ઓગસ્ટના રોજ દિલ્હીથી વરુણ જૈન નામના યુવકે ફોન કરી સૂકવેલા લસણની ખરીદી કરવા જણાવ્યું હતું.

સેમ્પલમાં આવેલ લસણ પસંદ આવતાં પલક પટેલ 4 સપ્ટેમ્બરના રોજ ફ્લાઈટથી દિલ્હી ગયા હતા.

એરપોર્ટ પર રાકેશ શર્મા નામનો યુવક પલકને લેવા આવ્યો હતો. ફાર્મ હાઉસ પર ચા-નાસ્તો કરીને જઈશું તેમ કહી રાકેશ તેમને ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો, જ્યાં વરુણ જૈન નામથી ઓળખ આપનાર યુવક સ‌િહત સાત લોકો હાજર હતા.

customer support fraud e1538231570209 અમદાવાદના વેપારી સાથે દિલ્હીમાં લસણની ખરીદી બાબતે થઇ છેતરપિંડી
A huge hand attempting to steal money from a man’s pocket, EPS 8 vector illustration, notransparencies

પલક પાસેથી મોબાઈલ, પર્સ અને બેગ લઇ ધમકી આપી હતી કે સહી સલામત જવું હોય તો રૂ. 50 લાખ આપવા પડશે. આશિષભાઇ સાથે ફોન પર વાત કરાવી રૂ. પાંચ લાખ આંગડિયાથી મંગાવી લીધા હતા.

બાદમાં પાકીટમાં રહેલા રૂ. 24,000 રોકડ અને એટીએમમાંથી રૂ. 40,000 ઉપાડી અને તેને પોલીસ સ્ટેશન નહિ જવાની ધમકી આપી મુક્ત કરી દીધો હતો. 20 દિવસ બાદ આ મામલે પલક પટેલે ફરિયાદ નોંધાવતાં આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.