Not Set/ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ પર મુબઈ પોલીસની તીવ્ર નજર, આમીર-અમિતાભે કહ્યું કંઇક આવુ…

મુંબઈ મુંબઈ પોલીસના ટ્વિટર હેન્ડલના અનુયાયીઓને ખબર છે કે ખૂબ રસપ્રદ મીમ બનાવીને આ ટ્વીટર હેન્ડલથી જનતાને જાગૃત અને સાવચેત કરવામાં આવે છે. આ ટ્વિટ્સમાં ઘણી વખત ચર્ચિત ફિલ્મોના ડાઈલોગ અથવા તો દ્રશ્યોને આધાર બનાવવામાં આવે છે. મુબઈ પોલીસે આવુ જ એક મીમ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના એક ડાઈલોગ સાથે બનાવ્યું છે. જેમાં આમીર ખાન […]

Trending Entertainment
0o0 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' પર મુબઈ પોલીસની તીવ્ર નજર, આમીર-અમિતાભે કહ્યું કંઇક આવુ...

મુંબઈ

મુંબઈ પોલીસના ટ્વિટર હેન્ડલના અનુયાયીઓને ખબર છે કે ખૂબ રસપ્રદ મીમ બનાવીને આ ટ્વીટર હેન્ડલથી જનતાને જાગૃત અને સાવચેત કરવામાં આવે છે. આ ટ્વિટ્સમાં ઘણી વખત ચર્ચિત ફિલ્મોના ડાઈલોગ અથવા તો દ્રશ્યોને આધાર બનાવવામાં આવે છે. મુબઈ પોલીસે આવુ જ એક મીમ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના એક ડાઈલોગ સાથે બનાવ્યું છે. જેમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચને તેમની પ્રતિક્રિયા આપી છે.

મુંબઈ પોલીસના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના એ ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જયારે આમીર ખાન કહે છે કે ‘ધોખા દેના ઉનકી ફિતરત હૈ.’ અમિતાભ આના જવાબમાં કહે છે કે ‘ભરોસા કરના ઉનકી.’ આ મીમમાં એક બાજુ આમીર ખાનનો ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નો ફોટો લગાવવામાં આવ્યો છે તો બીજી બાજુ પોલીસ સ્ટીમર દરિયામાં પેટ્રોલિંગ દર્શાવમાં આવ્યું છે. આમીરના ફોટામાં કહ્યું છે કે ‘ધોખા દેના સ્વાભવ હૈ હમારા’ તો સ્ટીમરની તસ્વીરના સાથે લખવામાં આવ્યું કે ‘ઓર ભરોસા હમારા’ આ ફિલ્માં ફિરંગી મલ્લાહ નામનો રહસ્મય ભૂમિકા કરી રહેલો આમીર ખાને આ મીમ પર રીએક્ટ કરતા લખ્યું કે વેલ તમારો સ્વભાવ તો શક, દિવસ-રાત મહેનત અને સતર્કતા છે. ભરોસો તો અમે તમારા પર કરીએ છીએ, સમ્માન.

https://twitter.com/aamir_khan/status/1046104312336842754

તો બીજી બાજુ ફિલ્માં ખુદાબખ્શની ભૂમિકા કરી રહેલ અમિતાભ બચ્ચને લખ્યું કે ખરેખર, સાચે, મુંબઈ પોલીસ માટે આદર.

ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે અને આ ટ્રેલરને લોકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. 32 મિલિયન કરતા પણ વધુ વાર આ ટ્રેલરને ઈન્ટનેટ પર જોવામાં આવ્યું છે. આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ કરવા આવ છે. આ ફિલ્માં અમિતાભ બચ્ચન-આમીર ખાન સિવાય ફાતિમા સના શેખ અને કેટરીના કૈફ પણ જોવા મળશે.