Not Set/ સુપરસ્ટાર રજનીકાંતની પત્ની સામે ધોખાધડીનો કેસ, સુપ્રીમ કોર્ટે આપ્યો ટ્રાયલનો આદેશ

  લતા રજનીકાંત જે સુપરસ્ટાર રાજ્ન્તીકાંતના પત્ની છે, તેમના પર ધોખાધડી અને ઠગાઈ નો કેસ થયો છે. સુપ્રીમ કોર્ટે એક એડ એજન્સીને 6.2 કરોડ રૂપિયા ચૂકવવાનું આશ્વાશન આપ્યું હતું અને એ અંગે લતા રજનીકાંતને નોટીસ પણ ફટકારવામાં આવી હતી. તેમ છતાં તેમણે પૈસા ચૂકવ્યા નહોતા. કોર્ટે ત્યારે તેમને જણાવ્યું હતું કે કાં તો પૈસા ચૂકવો […]

Entertainment
latha rajinikanth 750 સુપરસ્ટાર રજનીકાંતની પત્ની સામે ધોખાધડીનો કેસ, સુપ્રીમ કોર્ટે આપ્યો ટ્રાયલનો આદેશ

 

લતા રજનીકાંત જે સુપરસ્ટાર રાજ્ન્તીકાંતના પત્ની છે, તેમના પર ધોખાધડી અને ઠગાઈ નો કેસ થયો છે. સુપ્રીમ કોર્ટે એક એડ એજન્સીને 6.2 કરોડ રૂપિયા ચૂકવવાનું આશ્વાશન આપ્યું હતું અને એ અંગે લતા રજનીકાંતને નોટીસ પણ ફટકારવામાં આવી હતી. તેમ છતાં તેમણે પૈસા ચૂકવ્યા નહોતા. કોર્ટે ત્યારે તેમને જણાવ્યું હતું કે કાં તો પૈસા ચૂકવો નહીંતર ટ્રાયલ માટે તૈયાર રહો.

આખી વાત એમ છે કે ૨૦૧૪ ની ફિલ્મ ‘કોચાદાઈન‘ ના ફિલ્મ રાઈટને લઈને FIR થઇ હતી. એડ બ્યુરો કમ્પનીને 6.2 કરોડ રૂપિયા લોનના ચૂકવાના હતા. કોર્ટે રજનીકાંતની કંપની વન ગ્લોબલ એન્ટરટેનમેન્ટને પૈસા ચૂકવવાનું કહ્યું હતું. મુવીના ટેલીકાસ્ટ રાઈટ મામલે લતા રજનીકાંત એ ફર્જી સર્ટીફીકેટ લગાવ્યું હતું, એવું રીપોર્ટમાં જણાવાયું છે.
આ બાબતે એમની સામે FIR દાખલ થઇ હતી. કંપનીએ એવું જણાવ્યું કે, લતા રજનીકાંતે દસ કરોડ રૂપિયા લઇ લીધા અને ફિલ્મના રાઈટ કોઈ બીજી કંપનીને વેચી દીધા હતા.

આ વાત પર સુપ્ર્રીમ કોર્ટે કર્ણાટક હાઇકોર્ટના FIR રદ કરવાના નિર્ણયને બદલતા કહ્યું કે હાઇકોર્ટે શરૂઆતમાં જ એ કહીને કેસ રદ્દ કરવો જોઈતો ન હતો કે, આ મામલો ઠગી કે ધોખાધડીનો નહિ પણ એગ્રીમેન્ટ બ્રીચનો છે. કોર્ટે લતા રજનીકાંતને 10 જુલાઈ સુધી જણાવાનું કહ્યું હતું કે તેઓ પૈસા ચૂકવશે કે નહિ. કોર્ટે કહ્યું કે,
“જયારે આદેશ આપવામાં આવ્યો હતો છતાં લોનના પૈસાની ચુકવણી કેમ નથી કરી?”
હવે એફઆઈઆર પર ફરીથી તપાસ થશે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. તમિલ મેગાસ્ટાર રજનીકાંતની પત્ની સામે હવે કોર્ટ ટ્રાયલ લેશે.