તલાટીની પરીક્ષા/ આજે સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા, સાબદુ તંત્ર

આજે સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા ઉમેદવારોની સાથે આજે તંત્રની પણ પરીક્ષા 8 લાખ 64 હજાર પરીક્ષાર્થીઓ આપશે તલાટીની પરીક્ષા 3437 જગ્યા માટે 8.64 લાખ ઉમેદવારો મેદાનમાં પરીક્ષામાં 64000 કરતાં વધુનો સ્ટાફ ખડે પગે પરીક્ષાર્થીઓના કોલ લેટર સાથેની બધી વિગતોની ચકાસણી કરશે.

Top Stories Gujarat
Talati exam 1 આજે સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા, સાબદુ તંત્ર

આજે સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા ઉમેદવારોની સાથે આજે તંત્રની પણ પરીક્ષા 8 લાખ 64 હજાર પરીક્ષાર્થીઓ આપશે તલાટીની પરીક્ષા 3437 જગ્યા માટે 8.64 લાખ ઉમેદવારો મેદાનમાં પરીક્ષામાં 64000 કરતાં વધુનો સ્ટાફ ખડે પગે પરીક્ષાર્થીઓના કોલ લેટર સાથેની બધી વિગતોની ચકાસણી કરશે. વિડીયોગ્રાફી તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરાયા રાજ્યના 2694 સેન્ટરોના 28,814 વર્ગખંડોમાં પરીક્ષા પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે ઉપસ્થિત રહેશે.  ઉમેદવારોને 11:55 સુધી કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવાની સૂચના પરીક્ષાર્થીઓ માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા ઉમેદવારોના માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન પોલીસ તંત્ર અને રાજ્યનું ઈન્ટલેજન્સ વિભાગ પણ સાબદુ રાખવામાં આવ્યું છે.

પરીક્ષા આજે બપોરે 12.30થી 1.30 દરમિયાન યોજાવાની છે. પરીક્ષાના બે કલાક પહેલાથી પ્રવેશ આપવાની શરુઆત કરી દેવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ અહીં પણ ગેરરીતિની ઘટનાને રોકવા માટે ખાસ પગલાં ભરવામાં આવ્યા છે, ગેરરીતિની માહિતી મળે તો તેની જાણ કરવા માટે હેલ્પલાઈન નંબરોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે પરીક્ષાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે જેથી ગેરરીરિતની ઘટનાઓને અવકાશ ના મળે.

Talati આજે સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા, સાબદુ તંત્ર

આ સિવાય પરીક્ષા આપતી વખતે ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ, ઈયર ફોન વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરીક્ષા આપવા માટે જનારા ઉમેદવારોના જોડા ઉતારીને પણ તપાસ કરવામાં આવશે. દોઢ વાગ્યે પરીક્ષા પૂર્ણ થશે તે પછી જ વર્ગખંડ છોડી શકાશે. વિકલાંગ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને માટે જિલ્લામાં જ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને તેમને પરીક્ષા કેન્દ્રો પર આવવાનું અને ત્યાંથી પરત ફરવાનું અનુકૂળ રહી શકે. આ સિવાય ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે બસ, રેલવે સહિતની સ્પેશિયલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે યોજાનારી તલાટીની પરીક્ષા માટે 488 બસ એસટી બસો તથા વધારાની 200 બસો દોડાવવામાં આવી છે. આ સિવાય સાતથી વધુ સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું પૂનરાવર્તન રોકવા માટે અને તલાટીની પરીક્ષામાં કોઈ ગેરરીતિની ઘટના ના બને તે માટે ઈન્ટેલિજન્સની જાળ બિછાવવામાં આવી હોવાનું IAS હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષાની આસપાસના વિસ્તારોમાં ઝેરોક્સ મશીનની દુકાનો બંધ રાખવાની બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ King Charles III Coronation/ PM મોદીએ મહારાજા ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાને અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચોઃ Protest/ કુસ્તીબાજોને ખાપ પંચાયતનો સમર્થન,રવિવારે દિલ્હી તરફ કૂચ કરશે,પોલીસ એલર્ટ

આ પણ વાંચોઃ IPL 2023/ દિલ્હી કેપિટલ્સે બેંગ્લોરને સાત વિકેટથી હરાવ્યું, ફિલિપ સાેલ્ટની સ્ફોટક બેટિંગ