Not Set/ ચિલી એરફોર્સનું વિમાન થયુ ગુમ, અધિકારીઓ દ્વારા સર્ચ અને બચાવ કામગીરી શરૂ

ચિલી એરફોર્સનું એક વિમાન, જે 38 લોકોને લઈને જઇ રહ્યુ હતું, જે સમયે તે એન્ટાર્કટિકાનાં રસ્તા પર હતા, ત્યારે તે રડારમાંથી અચાનક ગાયબ થઈ ગયું હતું. આ માહિતી સ્થાનિક અધિકારી દ્વારા આપવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સર્ચ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુમ થઈ ગયેલું વિમાન સી-130 હર્ક્યુલસ હતું અને સોમવારે સ્થાનિક સમય […]

Top Stories World
Chilli plane ચિલી એરફોર્સનું વિમાન થયુ ગુમ, અધિકારીઓ દ્વારા સર્ચ અને બચાવ કામગીરી શરૂ

ચિલી એરફોર્સનું એક વિમાન, જે 38 લોકોને લઈને જઇ રહ્યુ હતું, જે સમયે તે એન્ટાર્કટિકાનાં રસ્તા પર હતા, ત્યારે તે રડારમાંથી અચાનક ગાયબ થઈ ગયું હતું. આ માહિતી સ્થાનિક અધિકારી દ્વારા આપવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સર્ચ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુમ થઈ ગયેલું વિમાન સી-130 હર્ક્યુલસ હતું અને સોમવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 4.55 વાગ્યે સર્દન ચિલીનાં પુંટા એરિનાસથી રવાના થયું હતું.

સાંજે 6.13 વાગ્યે રડારથી વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો કારણ કે તે ડ્રેક પેસેજ ઉપરથી પસાર થઈ રહ્યુ હતુ. તે એ જગ્યા છે જ્યા પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે. ચિલી એરફોર્સ દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ચિલી એરફોર્સ કહે છે કે વિમાનમાં 38 લોકો હતા, જેમાંથી 17 ક્રૂ મેમ્બર અને 21 મુસાફરો હતા. આ એરક્રાફ્ટ બેઝ પ્રેસિડેન્ટ એડ્યુઆર્ડો ફ્રેઇ મોન્ટાલ્વા જઈ રહ્યુ હતુ. આ સ્થાન કિંગ જ્યોર્જ આઇલેન્ડ પર છે જે એન્ટાર્કટિકામાં છે.

વાયુસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘આ વિમાન લોજિસ્ટિક સપોર્ટ લઈને જઇ રહ્યું હતું, બેસ પર ફ્લોટિંગ ફ્યૂલ સપ્લાઈનાં જવાનોને ટ્રાંસફર કરી રહ્યુ હતું અને તે સાથે તે વિસ્તારમાં રાષ્ટ્રીય સુવિધાઓ સંબંધિત કેટલાક વધુ કામ પૂરા કરવાના હેતુસર રવાના થયું હતું. હજી સુધી, વિમાનમાં સવાર લોકોની ઓળખ જાહેર થઈ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગનાં લોકો વાયુસેનાનાં સભ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.