Mehsana/ ટાંકામાં કેમિકલ ખાલી કરતા 3 કામદારોનાં ઝેરી અસરનાં કારણે નિપજ્યા મોત

મહેસાણામાંથી સમી સાંજે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા અને કેમિકલનાં કારણે એક સાથે 3 કામદારના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. મહેસાણાની રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ એક

Gujarat Others
MNS ટાંકામાં કેમિકલ ખાલી કરતા 3 કામદારોનાં ઝેરી અસરનાં કારણે નિપજ્યા મોત

મહેસાણામાંથી સમી સાંજે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા અને કેમિકલનાં કારણે એક સાથે 3 કામદારના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. મહેસાણાની રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ એક સાથે 3 કામદારોનાં મોત થતા સમગ્ર વિસ્તારમાં દુખ સાથે આશ્ચર્યનું મોજૂ પ્રસરી વળ્યું છે.

સામે આવેલી વિગતો પ્રમાણે રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનાં કેમિકલ ટાંકામાં કેમિકલ ખાલી કરતા આ બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. કેમિકલ ટાંકામાં કેમિકલ ખાલી કરતા સમયે ઝેરી કેમિકલના સંપર્કમાં 3 મજૂરો આવી જતા કેમિકલની ઝેરી અસરનાં કારણે કામદારોનાં મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવે છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે જ્યારે કામદારો દ્વારા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનાં કેમિકલ ટાંકામાં કેમિકલ ખાલી કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઝેરી કેમિકલથી બચવા માટે કોઇ પણ પ્રકારનાં સેફટી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અને સેફટી સાધનો વિના ઝેરી કેમિકલના સંપર્કમાં આવ્યાનાં કારણે 3 કામદારોમાં મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવતા પોલીસ દ્વારા સ્થળ તપાસ બાદ ફેક્ટરી માલિકો સામે ફરીયાદ નોંધાઈ છે. આપને જણાવી દઇએ કે આ ઘટના શહેરની મંડાલી સોમેશ્વર જીઆઇડીસીમાં ઘટી હતી. લાંઘણજ પો.સ્ટે.માં ફરીયાદ નોંધી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

જુઓ ઘટનાનો વીડિયો અહેવાલ પણ – મહેસાણામાં કેમિકલથી 3 કામદારના મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…