Not Set/ 2019 માં શરુ કરવામાં આવશે ફિલ્મ ‘દોસ્તાના-2’નું શુટિંગ, નહીં હોય અભિષેક-જ્હોન!

મુંબઈ લાંબા સમયથી કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના’ની સિક્વલ બનવાના સમાચાર મળી રહ્યા હતા. પરંતુ હવે એ ચર્ચા થઇ રહી છે કે આ ફિલ્મની સિક્વલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પરંતુ તેમાં જૂના સ્ટારકાસ્ટને બદલે નવા કલાકારો સાથે બનાવવામાં આવશે. એક રિપોર્ટ મુજબ, “આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ આ મહિનાના અંતમાં પૂર્ણ થઇ જશે. મૂવી શૂટિંગ આગામી […]

Trending Entertainment
Dostana min e1533718201482 2019 માં શરુ કરવામાં આવશે ફિલ્મ 'દોસ્તાના-2'નું શુટિંગ, નહીં હોય અભિષેક-જ્હોન!

મુંબઈ

લાંબા સમયથી કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના’ની સિક્વલ બનવાના સમાચાર મળી રહ્યા હતા. પરંતુ હવે એ ચર્ચા થઇ રહી છે કે આ ફિલ્મની સિક્વલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પરંતુ તેમાં જૂના સ્ટારકાસ્ટને બદલે નવા કલાકારો સાથે બનાવવામાં આવશે.

એક રિપોર્ટ મુજબ, “આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ આ મહિનાના અંતમાં પૂર્ણ થઇ જશે. મૂવી શૂટિંગ આગામી વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. કરણ જોહર આ સિક્વલ માટે બે નવા એક્ટર્સએ સ્ટારકાસ્ટ કરવા માંગે છે. આ લવ ટ્રાયંગલ માટે પ્રિયંકા ચોપરા  સિવાય, બીજી એ-લિસ્ટ એક્ટ્રેસ લેવામાં આવશે.”

આપને જણાવી દઈએ કે, તેનો અર્થ એ છે કે ફ્રેન્સને ‘દોસ્તાના-2’માં જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરા જોવા નહીં મળે, આ સિક્વલના લીડ રોલ માટે ઘણા અભિનેતાઓ માટે નામો સામે આવ્યા છે. જેમાં રણવીર સિંહ-અર્જુન કપૂર, વરૂણ ધવનનું નામની ચર્ચા કરવામાં આવી રહી છે. આ સ્ટાર્સે ફિલ્મ સિક્વલ્સ માટે તેમનો ઈન્ટરેસ્ટ દર્શવી ચુક્યા છે.

‘દોસ્તાના’ 2008 માં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં અભિષેક-જ્હોન બેસ્ટ ફ્રેન્ડ્સના રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં બોબી દેઓલ પણ નાના રોલમાં જોવા મળ્યા હતા.