Not Set/ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત ને પ્રત્યાર્પણ કરીને લવાશે ભારત

થાઈલેન્ડમાં એક અપરાધિક કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના એક નજીકનો સાગરિત પાકિસ્તાની નથી બલ્કે ભારતીય નાગરિક છે. સઈદ મુઝિક્કર મુદસ્સર હુસૈન ઉફેૅ મોહમ્મદ સલીમ અને મુન્ના ઝિંગડા દાઉદની ડી કંપનીના એક હિસ્સા તરીકે રહ્યો છે. તેને હવે પ્રત્યાર્પણ કરીને ભારતને સોંપવામાં આવનાર છે. થાઈલેન્ડે આ અંગેની તૈયારી દર્શાવી છે. ભારતમાં મોસ્ટ […]

Top Stories India
M Id 389511 FP અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત ને પ્રત્યાર્પણ કરીને લવાશે ભારત

થાઈલેન્ડમાં એક અપરાધિક કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના એક નજીકનો સાગરિત પાકિસ્તાની નથી બલ્કે ભારતીય નાગરિક છે. સઈદ મુઝિક્કર મુદસ્સર હુસૈન ઉફેૅ મોહમ્મદ સલીમ અને મુન્ના ઝિંગડા દાઉદની ડી કંપનીના એક હિસ્સા તરીકે રહ્યો છે.

તેને હવે પ્રત્યાર્પણ કરીને ભારતને સોંપવામાં આવનાર છે. થાઈલેન્ડે આ અંગેની તૈયારી દર્શાવી છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલના નજીકના સાથી તરીકે મુન્ના ઝિંગડા ને ગણવામાં આવે છે. મુન્ના ઝિંગડા બનાવટી પાકિસ્તાની પાસપાેર્ટના આધાર પર બેંગકોક ગયો હતાે.

Munna Zingada 630 630 અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત ને પ્રત્યાર્પણ કરીને લવાશે ભારત

વર્ષ 2000થી તે ત્યાની જેલમાં બંધ છે. તેના ઉપર દાઉદ ઇબ્રાહિમના દુશ્મન છોટા રાજનની હત્યા કરવાના કવતરા ઘડી કાઢવાનાે આરોપ રહ્યાાે છે. ઝિંગડાના પિતા મુદસ્સર હુસૈનની 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં મોટી ભૂમિકા હતી. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું રક્ષણ પણ તેને મળેલું છે.

મુન્ના ઝિંગડાની સજાને પહેલા 34 વર્ષ કરી દેવામાં આવી હતી. થાઈલેન્ડમાં પાકિસ્તાની મિશને ફરીથી તેને લઇને સફળતા મેળવી હતી. તેની સજા 2016માં ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. પ્રત્યાર્પણ માટે કામગીરી થતી રહી છે. ડિસેમ્બર 2016માં તેને મુક્ત કરી દેવાની યોજના હતી.