Video/ સોશિયલ મીડિયામાં ફેમસ થવા સુરતના યુવકોએ બેફામ રીક્ષા ચલાવી અલગ અલગ સ્ટંટ કર્યા, પોલીસે કરી કાર્યવાહી

સુરતના ઉધના નવસારી રોડ પર કેટલાક યુવાનો એક રિક્ષામાં બેસી અલગ અલગ સ્ટંટ કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Gujarat Surat
Untitled 58 સોશિયલ મીડિયામાં ફેમસ થવા સુરતના યુવકોએ બેફામ રીક્ષા ચલાવી અલગ અલગ સ્ટંટ કર્યા, પોલીસે કરી કાર્યવાહી

@અમિત રૂપાપરા 

વર્તમાન યુગ એટલે સોશિયલ મીડિયાનો યુગ કહેવામાં આવે છે. આ સમયમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં ઘણા યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. ત્યારે આવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે. ત્યારે સુરતના ઉધના નવસારી રોડ પર જોખમી રીતે રીક્ષા ચલાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. માત્ર જોખમી રીતે રિક્ષા ચલાવવાનો નહીં પરંતુ આ રિક્ષામાં બેસેલા કેટલાક યુવાનો અલગ અલગ સ્ટંટ પણ કરતા હતા. આ વિડીયો પોલીસના ધ્યાને આવતા જ ઉધના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બે સગીર સહિત કુલ પાંચ યુવકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત વીડિયોમાં દેખાઈ રહેલી રિક્ષા પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. એટલે પોલીસની આ કાર્યવાહીથી હવે જોખમી રીતે સ્ટંટના વિડીયો બનાવતા યુવાનોને ચેતવવાની જરૂર છે. કારણ કે જો હવે આવો વિડીયો ઉતારશો તો નક્કી આવા યુવાનોને જવું પડશે જેલમાં.

મળતી માહિતી અનુસાર સુરતના ઉધના નવસારી રોડ પર કેટલાક યુવાનો એક રિક્ષામાં બેસી અલગ અલગ સ્ટંટ કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત રિક્ષાચાલક પણ જોખમી રીતે સર્પાકાર રીક્ષા ચલાવતો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉધના પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કારણ કે, જે પ્રકારે વીડિયોમાં રીક્ષા રસ્તા પર જતી દેખાતી હતી તેનાથી અકસ્માતનો ભઈ વધુ જણાતો હતો કારણ કે, બેફામ રીતે રીક્ષા ચાલક રિક્ષાને પણ સ્ટંટ કરાવતો હતો અને રીક્ષામાં બેસેલા યુવાનો રીક્ષાની બહાર નીકળીને વિડીયો ઉતારતા હતા અને સેલ્ફી લઈ રહ્યા હતા.

ઉધના પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ કરી રિક્ષાના નંબરના આધારે રિક્ષા ડ્રાઇવર વિશાલ સાકીયા, આ ઉપરાંત રિક્ષામાં સવાર રવિ કુમાર મોર્યા અને અજય કુમાર નામના ત્રણ યુવકો અને અન્ય બે સગીરો આમ કુલ પાંચ યુવકોની ઉધના પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા વીડિયોમાં દેખાઈ રહેલી રિક્ષા પણ કબજે કરવામાં આવી હતી.

મહત્વની વાત છે કે પોલીસ દ્વારા જે યુવકોની અટકાયત કરવામાં આવી છે તે વરાછા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તો સોશિયલ મીડિયામાં આ પ્રકારે જોખમી વિડિયો બનાવતા યુવાનોને પોલીસ દ્વારા એક ચેતવણી પણ આપવામાં આવી છે કે, આ પ્રકારના વિડીયો બનાવવા નહીં અને જોખમી રીતે સ્ટંટ કરતાં યુવાનોના વિડીયો પોલીસના ધ્યાન પર આવશે તો વિડીયો બનાવનારા યુવકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

આ પણ વાંચો:દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, મળ્યા બેના મૃતદેહ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

આ પણ વાંચો:સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ