સર્વે/ લોકસભા ચૂંટણી પહેલા જાણો દેશનો મિજાજ, ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનમાંથી કોણ મારશે બાજી,જાણો અહેવાલ

દેશની 543 બેઠક પર સર્વેમાં કરાવવામાં આવ્યો છે,તમામ રાજ્યોના સર્વેમાં સેમ્પલ લેવામાં આવ્યા છે

Top Stories India

લોકસભાની ચૂંટણી જાહેર ગમે ત્યારે થઇ શકે છે, ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરી દેવમાં આવશે. ભારતની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી જાહેર થાય તે પહેલા સી-વોટર એબીપી ન્યુઝે એક મોટો સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં ચોકાવના તારણ સામે આવી રહ્યા છે. દેશની 543 બેઠક પર સર્વેમાં કરાવવામાં આવ્યો છે,તમામ રાજ્યોના સર્વેમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. એક બાજુ પ્રધાનમંત્રી મોદી છે તો સામે વિપક્ષ ગઠબંધન ઇન્ડિયા છે. , એબીપી ન્યૂઝે આગામી લોકસભા ચૂંટણીને લઈને સીવોટર ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. આ સર્વેમાં સામાન્ય લોકોને લોકસભા ચૂંટણી 2024ને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા, ABP ન્યૂઝ CVoter એ એક ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એકતરફી મુકાબલો જોવા મળી રહ્યો છે.જે પ્રમાણે સર્વે છે તે મુજબ ભાજપ બહુમતી સાથે સરકાર બનાવી શકે ે. 

આ ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં બીજેપી ફરી એકવાર ઝંડો ફરકાવી શકે છે.આ હિસાબે બીજેપી ફરી એકવાર ક્લીન સ્વીપ કરી શકે છે. ખાતું ખોલાવવું પણ કોંગ્રેસ માટે મુશ્કેલ લાગે છે. સર્વે મુજબ 25 લોકસભા સીટોમાંથી ભાજપ તમામ 25 સીટો જીતી શકે છે. એબીપી-સી વોટર ઓપિનિયન પોલ અનુસાર, ભાજપ તેના 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકે છે. સર્વેમાં ભાજપ તમામ 25 બેઠકો જીતી રહ્યું હોવાનું જણાય છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપનો વોટ શેર 60 ટકાથી વધુ હોવાનું કહેવાય છે.લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત પહેલા એબીપી ન્યૂઝ સી વોટર ઓપિનિયન પોલ અનુસાર, ગુજરાતમાં ભાજપને 64 ટકા અને કોંગ્રેસ ગઠબંધન (યુપીઆઈ)ને 35 ટકા વોટ મળવાની સંભાવના છે.

ઓપિનિયન પોલ અનુસાર ભાજપને 60 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને માત્ર 39 ટકા હિસ્સો મળવાની ધારણા છે. 1 ટકા વોટ શેર બીજાના ખાતામાં જઈ શકે છે. અગાઉ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. રાજ્યની 199 બેઠકોમાંથી ભાજપને 115 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 69, ભારત આદિવાસી પાર્ટીને 3, બસપાને 2, આરએલડીને 1, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને 1 અને અન્યને 8 બેઠકો મળી હતી. બાદમાં એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં ભાજપ હવે દાવો કરે છે કે તે લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોટી જીત હાંસલ કરશે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટી વધુ સારું પ્રદર્શન કરશે.