Ahmedabad News/ પેટ્રોલ પંપો પર ‘Diesel નથી’ ના પાટિયા, છતાં 21 દિવસમાં જ વેચાયું 45 કરોડ લિટર ડીઝલ

Gujarat Diesel Shortage: ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક જગ્યાએ ‘ડીઝલ નથી’ ના પાટિયા વચ્ચે મે મહિનાના 21 દિવસમાં 45.27 કરોડ લિટર ડીઝલનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. કચ્છ અને ગીર સોમનાથમાં ઉપાડ 79% વધ્યો.

Top Stories Ahmedabad Gujarat
Gujarat Diesel Shortage

Gujarat Diesel Shortage: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો અને ‘ડીઝલ નથી’ (No Diesel) ના પાટિયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ઈંધણની તીવ્ર અછતની બૂમો ઉઠી રહી છે. પરંતુ આ કપરી સ્થિતિ વચ્ચે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી એક અત્યંત ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અછતની આશંકા અને ગભરાટના કારણે ચાલુ મે મહિનાના માત્ર ૨૧ દિવસમાં જ રાજ્યમાં ડીઝલનું વેચાણ ૪૧ ટકાના તોતિંગ ઉછાળા સાથે 45. 27 કરોડ લિટરે પહોંચી ગયું છે!

દર વર્ષ કરતા આ વર્ષે રેકોર્ડબ્રેક વેચાણ

સામાન્ય રીતે દર વર્ષે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં માંડ 2 થી 5 ટકાનો સામાન્ય વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે અછતના ભયથી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોએ એડવાન્સમાં સ્ટોક કરવાનું શરૂ કરી દેતા વેચાણનો આંકડો આસમાને પહોંચ્યો છે. ઓઈલ કંપનીઓના દાવા અનુસાર, ગત વર્ષે મે મહિનાના પ્રથમ 21 દિવસમાં 32.03 કરોડ લિટર ડીઝલ વેચાયું હતું, જેની સામે આ વર્ષે 13.23 કરોડ લિટર વધુ એટલે કે કુલ 45.27 કરોડ લિટર ડીઝલનો ઉપાડ થઈ ચૂક્યો છે. આ અગાઉ માર્ચ મહિનામાં પણ આવી જ રીતે વેચાણ ૧૯ ટકા વધી ગયું હતું.

કચ્છ અને ગીર સોમનાથમાં Dieselનો ઉપાડ 79 ટકા વધ્યો

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો ડીઝલ ખરીદવા માટે ભારે અફરાતફરી જેવો માહોલ છે. આંકડા દર્શાવે છે કે કચ્છ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં ડીઝલનો ઉપાડ સૌથી વધુ ૭૫ થી ૭૯ ટકા સુધી વધી ગયો છે. આ ઉપરાંત બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ, આણંદ, પોરબંદર અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ ડીઝલનું વેચાણ 50 થી 65 ટકા જેટલું વધારે નોંધાયું છે.

ભાવમાં ₹40 નો જંગી વધારો છતાં પંપો પર લાગ્યા ‘બંધ’ના પાટિયા

આ ઈંધણ કટોકટીની સૌથી માઠી અસર ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર પડી રહી છે. કન્ઝ્યુમર પંપ પર ટ્રાન્સપોર્ટના વાહનો તેમજ કમર્શિયલ ઉપયોગ માટે વેચાતા ડીઝલના ભાવમાં કેટલાક દિવસોથી સીધો 40 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આટલો મોટો ભાવવધારો હોવા છતાં અનેક પેટ્રોલ પંપો પર ડીઝલનો સ્ટોક ખાલી થઈ જતાં ‘પંપ બંધ છે’ ના પાટિયા ઝૂલતા જોવા મળી રહ્યા છે, જેના કારણે હાઈવે પર ટ્રકોના પૈડાં થંભી ગયા છે.


આ પણ વાંચો:પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજી પણ વધારો થવાની દહેશત, રાંધણ ગેસના બાટલાની તૈયારી

આ પણ વાંચો: પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સરકારની મોટી જાહેરાત, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો સ્ટોક

આ પણ વાંચો: ખંભાળિયામાં ડીઝલ વિતરણ પર નિયંત્રણ: 200 લીટર માટે પુરાવા ફરજિયાત