National News/ ફરીદાબાદમાં સ્ટેટ લેવલના બેડમિન્ટન પ્લેયર હત્યા, પ્રેમિકાના પરિવારે 3 દિવસ આપ્યું ભયાનક ટોર્ચર

હરિયાણાના ફરીદાબાદમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં 21 વર્ષીય સ્ટેટ લેવલના બેડમિન્ટન ખેલાડી(player) મોનુનું અપહરણ કરી, તેને 3 દિવસ સુધી ટોર્ચર કરીને મારી નાખવામાં આવ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હોવાનો સંપૂર્ણ અહેવાલ વાંચો.

NATIONAL Top Stories India
player

Faridabad Player Murder 2026:  હરિયાણાના ફરીદાબાદમાં પ્રેમ પ્રકરણને લઈને એક આશાસ્પદ રમતવીરની ઘાતકી હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક સગીર પ્રેમિકાના પરિવારે કથિત રીતે સ્ટેટ લેવલના બેડમિન્ટન ખેલાડીનું અપહરણ કરી તેને 3 દિવસ સુધી બંધક બનાવી રાખ્યો હતો અને બેરહેમીથી ઢોર માર માર્યો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા આ નિર્દોષ યુવકે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. પોલીસે આ મામલે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

મામાના ઘરે આવતી છોકરી સાથે બંધાયા હતા પ્રેમસંબંધો

મૃતક યુવકની ઓળખ 21 વર્ષીય મોનુ તરીકે થઈ છે, જે ભિવાડીના સૈદપુર ગામનો રહેવાસી હતો. તેના પિતા ભીમ સિંહ ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મોનુ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો અને તાજેતરમાં જ તેણે 70 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી હતી. આ ઉપરાંત તે એક ઉત્કૃષ્ટ રમતવીર પણ હતો. તેણે સ્કૂલ તરફથી સ્ટેટ લેવલ(player) પર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષાએ ઘણા મેડલ પણ જીત્યા હતા. ફરીદાબાદના તિગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી એક સગીરા સૈદપુર ગામમાં તેના મામાના ઘરે આવતી-જતી હતી, તે દરમિયાન મોનુ અને સગીરા વચ્ચે પ્રેમસંબંધો બંધાયા હતા.

એપ્રિલ મહિનામાં નોંધાઈ હતી ફરિયાદ

પોલીસ પ્રવક્તા યશપાલના જણાવ્યા અનુસાર, ગત એપ્રિલ મહિનામાં મોનુ આ સગીરાને ભગાડી ગયો હતો, જેને પગલે છોકરીના પિતાએ તિગાંવ પોલીસ સ્ટેશનમાં મોનુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સક્રિય કાર્યવાહી કરીને પોલીસે સગીરાને તો તેના ઘરેથી હેમખેમ શોધી કાઢી હતી, પરંતુ મોનુ પોલીસ પકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો.

પોલીસ સ્ટેશન જતાં player નું  કરાયું અપહરણ

મૃતકના કાકા નરેન્દ્રએ લગાવેલા ગંભીર આક્ષેપો મુજબ, 17 મેના રોજ મોનુ એવું કહીને ઘરેથી નીકળ્યો હતો કે તે તિગાંવ (player)પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસમાં સામેલ થવા માટે જિય રહ્યો છે. પરંતુ તે પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા જ રસ્તામાંથી છોકરીના પરિવારના સભ્યોએ તેનું અપહરણ કરી લીધું હતું. આરોપ છે કે છોકરીના પરિવારે મોનુને કોઈ અજાણી ગુપ્ત જગ્યાએ બંધક બનાવી દીધો હતો અને સતત 3 દિવસ સુધી તેને ભયાનક શારીરિક ટોર્ચર કરીને મરણતોલ માર માર્યો હતો.

સારવાર દરમિયાન તોડ્યો દમ, 2 આરોપીઓ જેલભેગા

20 મેના રોજ મોનુના(player) પરિવાર પર પોલીસનો ફોન આવ્યો હતો કે મોનુ ગંભીર હાલતમાં છોકરીના ઘર બહારથી મળી આવ્યો છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. આ સાંભળી પરિવારજનો તાત્કાલિક ભોપાલની ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેને આઈસીયુમાં દાખલ કર્યો હતો, જ્યાં 2 દિવસની જીવન-મરણ વચ્ચેની જંગ બાદ મોનુએ દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ આખા વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે. પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:હરિયાણામાં પુત્રવધૂની હત્યા કરી શેરીમાં ખાડો ખોડી લાશને દફનાવી દીધી

આ પણ વાંચો:હરિયાણાના રોહતકમાં BDSની વિદ્યાર્થીની સાથે કરાઈ મારપીટ, આરોપી સામે કાર્યવાહી

આ પણ વાંચો:બેંગ્લુરૂમાં કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, લોહીથી લથપથ મૃતદેહ મળ્યો