સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સામન્ય જનતાથી લઈને રાજયકીય નેતા અને સેલેબ્સ પણ આ વાયરસની ચપેટમાં આવૈ રહ્યા છે. ત્યારે આવામાં બોલિવૂડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનના ઘરે ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી છે. પરંતુ જણાવી દઈએ કે, આ વખતે બિગ બી કે તેમનો પરિવારને કોરોનાથી થયો પણ તેમના ઘરે કામ કરવા આવતા એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો :અમેરિકન રેપર J Tash એ પહેલાં ગર્લફ્રેન્ડને મારી ગોળી, અને પછી પોતાની સાથે કર્યું આવું…
અમિતાભ બચ્ચન સ્ટાફના સભ્યને થયો કોરોના
આપને જણાવી દઈએ કે, બિગ બીના ઘરે કામ કરવા આવતા 31 સ્ટાફ મેમ્બરનો રવિવારે કોરોના ટેસ્ટ કરાવવામાં અવાયો હતો. જેમાં એક કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અને આ વાતની માહિતી પોતે અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં કહી છે.
જણાવીએ કે અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું કે, ઘરેલુ કોવિડ હાલાતો સાથે ડીલ કરી રહ્યો છું. પછી તમારી સાથે કનેક્ટ કરીશ……

બિગ બીને પણ થઈ ચૂક્યો છે કોરોના
તમને યાદ અપાવી દઈએ કે, બોલિવૂડના મહાનાયક પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમના ચાહકોએ ઘણી પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તે માટે લોકોએ હવન પણ કર્યો હતો,આવી સ્થિતિમાં, અમિતાભ બચ્ચનના ઘરના સ્ટાફ મેમ્બરને કોરોના હોવાની માહિતી મળ્યા પછી, અભિનેતાના ચાહકો પરેશાન થવાના છે. જે ચાહકો અમિતાભ બચ્ચનને દરેક વાયરસથી મુક્ત અને સ્વસ્થ જોવા માંગે છે.
આ પણ વાંચો :છોટી સરદારની ફેમ અનિતા રાજને 2 મહિના પછી ફરી થયો કોરોના, પોતાને કરી ક્વોરન્ટાઈન
જણાવી દઈએ કે 2020માં માત્ર અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ અને અભિષેક પોઝિટિવ આવ્યા પછી જ આખા પરિવારનો કોવિડ ટેસ્ટ થયો, જેમાંથી ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને શ્વેતા, જયા બચ્ચન અને અગસ્ત્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
ઘણા સેલેબ્સ આવી ચૂક્યા છે કોરોનાની ઝપેટમાં
અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાં કરીના કપૂર ખાન, મૃણાલ ઠાકુર, એકતા કપૂર, અમૃતા અરોરા, અર્જુન કપૂર અને અન્ય સેલેબ્સ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દરરોજ કોઈને કોઈ કોરોના હોવાની માહિતી બહાર આવી રહી છે. ફિલ્મો પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. ફિલ્મો સ્થગિત થઈ રહી છે. સિનેમા હોલ બંધ થઈ રહ્યા છે. લોકોના જીવનમાં કોરોના ફરી વખત આવ્યો છે.
અમે ફક્ત એટલી જ પ્રાર્થના કરીશું કે તમામ કોરોના સંક્રમિત લોકો જલ્દીથી તેની પકડમાંથી બહાર આવે અને સ્વસ્થ થઈને કામ પર પાછા ફરે.
અમિતાભે આ બ્લોગ મધરાતે લખ્યો હતો. આ બ્લોગ પોસ્ટ પછી, અમિતાભે બીજો બ્લોગ લખ્યો છે કે તેઓ લડે છે અને લડતા રહેશે, તે પણ દરેકની પ્રાર્થનાની મદદથી. અમિતાભે લખ્યું – લડાઈ, લડતા રહીશું… દરેકની પ્રાર્થનાની મદદથી… આગળ કંઈ નહીં… વધુ વિગતો નહીં… બસ, શો ચાલે છે. આ બ્લોગની સાથે અમિતાભે પોતાની નવી લડાઈ વિશે એક કવિતા પણ લખી છે.
આ પણ વાંચો :સોનુ નિગમ આવ્યા કોરોનાની ઝપેટમાં, વીડિયો શેર કર્યો અને કહ્યું-
આ પણ વાંચો : લગ્ન પછી, કેટરિના કૈફ નવા ઘરમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી, મોંઘા મંગળસૂત્ર સાથે પહેર્યા હતા શોર્ટ્સ
