Sports News : ફૂટબોલ મેચમાં ચાહકોએ હોબાળો મચાવીને મેચને અટકાવી પેરિસ ઓલિમ્પિક્સ 2024ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગેમ્સ ઓપનિંગ સેરેમનીના બે દિવસ પહેલાં શરૂ થઈ જાય છે. તેવી જ રીતે ગઈકાલે એટલે કે 24 જુલાઈથી ફૂટબોલ અને રગ્બી સેવન્સની મેચ શરૂ થઈ હતી. જેમાં ફૂટબોલમાં ફિફા ચેમ્પિયન આર્જેન્ટિના અને મોરોક્કો
બંને ટીમ વચ્ચેની આ મેચ સેન્ટ-એટિએનના જ્યોફ્રી ગ્યુચાર્ડ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં એક સમયે મોરોક્કન ટીમ મેચમાં 2-0થી આગળ હતી, ત્યારબાદ આર્જેન્ટિના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી વિના પેરિસ ઓલિમ્પિકમાં રમી રહી છે. ક્રિસ્ટિયન મેદિનાએ 2 ગોલ કરીને મેચ 2-2થી બરાબર કરી હતી, પરંતુ અહીંથી જ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા મોરક્કોના ચાહકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો અને હોબાળો મચાવ્યો હતો. મોરક્કોના ચાહકોએ આર્જેન્ટિનાના ખેલાડીઓ પર બોટલોનો મારો ચલાવ્યો અને ચાલુ મેચમાં મેદાનમાં ઘૂસી ગયા હતા.
પેરિસ ઓલિમ્પિક ફૂટબોલમાં આર્જેન્ટિના અને મોરક્કોની મેચમાં વિવાદ સર્જાયો હતો. મેચમાં આર્જેન્ટિનાએ સ્ટોપેજ ટાઈમમાં ગોલ ફટકારીને મેચ 2-2થી ડ્રો કરી હતી. જોકે મેચમાં રેફરીએ ઉમેરેલા ઈન્જરી ટાઈમથી નારાજ મોરક્કોના ચાહકોએ આર્જેન્ટિનાના ખેલાડીઓને ટાર્ગેટ કરીને પાણીની બોટલો ફેંકી હતી. કેટલાક તો સ્ટેડિયમમાં પણ ધસી આવ્યા હતા. આ કારણે ખેલાડીઓ ગભરાયા હતા અને મેદાન છોડીને ભાગવું પડ્યું હતું.
આ મેચના સંદર્ભમાં, પેરિસ 2024 ઓલિમ્પિક્સની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આર્જેન્ટિનાના ખેલાડી ક્રિસ્ટિયન મેદિનાએ ઇન્જરી ટાઇમમાં કરેલા ગોલને રેફરીએ ઓફસાઇડ જાહેર કર્યા બાદ રદ કરી દીધો હતો. તે જ સમયે, આ મેચ પછી, આર્જેન્ટિનાના ખેલાડીઓ અને પ્રશંસકોનો ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે, જેમાં અનુભવી ખેલાડી લિયોનેલ મેસ્સીએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું કે તે વિશ્વાસ કરી શકતો નથી. આર્જેન્ટિના ટીમના કોચ જેવિયર માસ્ચેરાનોએ પણ મેચ બાદ કહ્યું કે આ મારા જીવનનું સૌથી મોટું સર્કસ હતું, મેં આવું ક્યારેય જોયું નથી.
જ્યારે આર્જેન્ટિનાની ટીમ મેચ 2-2થી બરાબરી પર હતી ત્યારે સ્ટેન્ડમાં બેઠેલા મોરોક્કન ટીમના દર્શકોએ અચાનક મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું, જેમાં તેમણે આર્જેન્ટિનાના ખેલાડીઓને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન કેટલાક દર્શકો પણ મેદાનમાં આવી ગયા હતા, જેમને પોલીસે પકડીને મેદાનની બહાર ફેંકી દીધા હતા અને આર્જેન્ટિનાના ખેલાડીઓને પણ સુરક્ષા આપવી પડી હતી. અંતે, આખું સ્ટેડિયમ ખાલી કરાવ્યા પછી, દર્શકો વિના મેચ પૂરી થઈ હતી. તો, મેચ રેફરીએ આર્જેન્ટિનાના બીજા ગોલને પણ રદ કરી દીધો, જેના કારણે મોરોક્કન ટીમ મેચ 2-1થી જીતવામાં સફળ રહી હતી.વિવાદના બે કલાક બાદ મેચ શરૂ થઈ હતી
હોબાળા પછી એવું લાગી રહ્યું હતું કે મેચનો સંપૂર્ણ સમય પૂરો થઈ ગયો છે. ફિફાની સત્તાવાર વેબસાઇટ પર પણ મેચનો ફૂલ ટાઇમ દર્શાવ્યો હતો. જોકે, મેચ બંધ થયાના 2 કલાક બાદ ખેલાડીઓને ફરીથી મેદાનમાં બોલાવ્યા હતા અને વોર્મ અપ અને 3 મિનિટ રમ્યા બાદ મેચ પૂરી કરી હતી.
આ પણ વાંચો:જયસૂર્યાએ ટી20 શ્રેણી પહેલા કહ્યું ,શ્રીલંકાએ ભારતીય ખેલાડીઓની નિવૃત્તિનો લાભ લેવો જોઈએ
આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી પર પાકિસ્તાને માંગી ભીખ, ICCને કરી વિનંતી, કહ્યું- BCCIને મનાવો
આ પણ વાંચો:નક્સલવાદીઓના ટેરર ફંડિંગ નેટવર્ક સામે NIAની કાર્યવાહી

