IND vs ENG/ ચોથી ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરનો ચમત્કાર, ટી-20 અંદાજમાં ફટકારી ફિફ્ટી

ચોથી ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરે એવો ચમત્કાર કરી બતાવ્યો જેને જોઇને સૌ કોઇ ચોંકી ગયા છે. ઘણા સમય પછી વાપસી કરી રહેલા ખેલાડીએ ટી-20 અંદાજમાં ફિફ્ટી ફટકારી હતી.

Top Stories Sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લંડનનાં ઓવલ મેદાન પર રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ઘણું બધું થયું જેની કોઈએ અપેક્ષા રાખી ન હોતી. જાણીને નવાઇ લાગશે પણ આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો ધબડકો જોવા મળ્યો હતો.

 આ પણ વાંચો – Cricket / આ ખેલાડીએ સ્પાઇડરમેન સ્ટાઇલમાં પકડ્યો કેચ, જુઓ આ શાનદાર Video

ભારતીય ક્રિકેટ ટીમ 191 રનમાં સમેટાઈ ગઈ, આ ઈનિંગમાં વિરાટ કોહલીએ સતત બીજી અડધી સદી ફટકારી, પરંતુ આ માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. વિરાટ 96 બોલમાં 50 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો અને આ ભારતીય ઇનિંગ્સનાં અંતે કંઈક એવું જોવા મળ્યું હતું જેની કદાચ ઘણા લોકોએ અપેક્ષા પણ રાખી ન હોતી, ફિટ થયા બાદ ટીમમાં વાપસી કરનાર શાર્દુલ ઠાકુરે આ ટેસ્ટમાં ટી 20 ક્રિકેટનાં અંદાજમાં ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. તેણે માત્ર ટીમ ઈન્ડિયાની લાજ જ નથી બચાવી પરંતુ 35 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ઓવલ ટેસ્ટ મેચનાં પહેલા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા માટે બહાર આવી ત્યારે ટોચનાં ભારતીય બેટ્સમેનો એક પછી એક પેવેલિયન પરત ફર્યા. રોહિત શર્મા (11), કેએલ રાહુલ (17), ચેતેશ્વર પૂજારા (4), રવિન્દ્ર જાડેજા (10), અજિંક્ય રહાણે (14) જેવા મજબૂત બેટ્સમેન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા. ટોચનાં બેટ્સમેનોમાં વિરાટ કોહલી એકમાત્ર બેટ્સમેન હતો જે 50 નાં આંકડા સુધી પહોંચી શક્યો હતો અને તે પણ તેનાથી આગળ વધી શક્યો ન હતો.

 આ પણ વાંચો –Cricket / આયર્લેન્ડનાં આ બેટ્સમેને ધમાકેદાર સદી ફટકારી, દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડી દીધા

એક સમય એવો આવ્યો જ્યારે ભારતીય ટીમે 127 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ આઠમાં નંબર પર શાર્દુલ ઠાકુરની એન્ટ્રી થઈ, જે હમણાં જ ફિટ થઈને પરત ફર્યો છે. શાર્દુલે પહોંચતાની સાથે જ ધમાકેદાર બેટિંગ શરૂ કરી અને તે જ પીચ પર ઈંગ્લેન્ડનાં બોલરોની ક્લાસ લેધી જેના પર તમામ દિગ્ગજ બેટ્સમેન સંઘર્ષ કરી રહ્યા હતા. તેણે ઓલી રોબિન્સનની બોલ પર છક્કો ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. શાર્દુલે 36 બોલમાં 57 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં 3 છક્કા અને 7 ચોક્કા સામેલ હતા. શાર્દુલે આ ઇનિંગ દરમિયાન માત્ર 31 બોલમાં ટેસ્ટની અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે ઈંગ્લેન્ડની ધરતી પર સૌથી ઝડપી ટેસ્ટ અડધી સદી બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ રેકોર્ડ 1986 માં ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇયાન બોથમ દ્વારા ન્યૂઝીલેન્ડ સામે તે જ ઓવલ મેદાન પર બનાવ્યો હતો જ્યારે તેમણે 32 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે 35 વર્ષ બાદ શાર્દુલ ઠાકુરે 31 બોલમાં આ પરાક્રમ કરીને આ રેકોર્ડ તોડ્યો છે.