ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણીની બીજી મેચ શનિવારે રાજકોટના સૌરાષ્ટ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમશે. સિરીઝમાં પહેલેથી જ 1-0 ની લીડ મેળવી ચુકેલી ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવીને કેપ્ટન વિરાટ કોહલીને ખાસ બર્થડે ગીફ્ટ આપવા માટે મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ૫ નવેમ્બરે વિરાટ કોહલીનો જન્મદિવસ છે.
બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમ આ મેચમાં જીત મેળવી સિરીઝ 1-1 થી સરભર કરવા મેદાને ઉતરશે. પ્રથમ ટી-20 માં કીવી ટીમ ક્રિકેટના તમામ પાસાઓમાં નિષ્ફળ રહી હતી અને તેનો ફાયદો ભારતીય ટીમે ઉઠાવ્યો હતો.પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ ટીમે સામે ઓપનર જોડી શિખર ધવન અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી અને ટીમનો સ્કોર 200 ને પાર પહોચાડ્યો હતો. અંતે ભારતીય ટીમે 53 રને શાનદાર વિજય મેળવ્યો હતો.
