Not Set/ રાહુલ ગાંધીનો મોદી પર શાબ્દિક પ્રહાર, ટ્વિટમાં લખ્યું – શું આપ ભ્રષ્ટાચાર પર ચર્ચાથી ડરો છો? 

નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારના મુદ્દે મારી સાથે ચર્ચા કરવાથી ડરે છે. રાહુલે ટ્વિટમાં કરી હતી કે “પ્રિય વડાપ્રધાન, શું આપ ભ્રષ્ટાચાર મુદ્દે મારી સાથે ચર્ચા કરતા ડરો છો? Dear PM,Scared of debating me […]

Top Stories
Rahul Gandhi રાહુલ ગાંધીનો મોદી પર શાબ્દિક પ્રહાર, ટ્વિટમાં લખ્યું – શું આપ ભ્રષ્ટાચાર પર ચર્ચાથી ડરો છો? 

નવી દિલ્હી,

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારના મુદ્દે મારી સાથે ચર્ચા કરવાથી ડરે છે. રાહુલે ટ્વિટમાં કરી હતી કે “પ્રિય વડાપ્રધાન, શું આપ ભ્રષ્ટાચાર મુદ્દે મારી સાથે ચર્ચા કરતા ડરો છો?

રાહુલ ગાંધીએ વધુમાં ટ્વિટમાં લખ્યું છે કે જો આપ ભ્રષ્ટાચાર મુદ્દે મારી સાથે ચર્ચા કરવાથી ડરી રહ્યા હોવ તો હું તેને વધુ સરળ બનાવી શકું છું. તેને ખુલ્લા પુસ્તકની પરીક્ષા બનાવી દઇએ છીએ જેથી આપ તૈયારી કરી શકો. તેની સાથે રાહુલે ત્રણ બાબત લખી. જેમા રાહુલે રાફેલને અનિલ અંબાણી તેમજ નોટબંધીને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે જોડ્યા હતા. તે સિવાય નિરવ મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીનો પહેલો તબક્કો 11 એપ્રિલે યોજાનાર છે ત્યારે રાહુલ ગાંધી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ‘ચોકીદાર જ ચોર છે’ ના નારાથી રાહુલ ગાંધી પ્રધાનમંત્રીને ઘેરવામાં કોઇ કચાસ નથી રાખતા. આ પહેલા પણ તેમણે મોદીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે.