Not Set/ ભારતમાં રહેવા લાયક પુના (Pune) સર્વશ્રેષ્ઠ શહેર, દિલ્લી ટોપ 50 થી બહાર

ભારતમાં રહેણી મામલે સર્વશ્રેઠ શહેરોની સૂચિ સોમવારે બહાર પાડવામાં આવી હતી. રહેવાની તુલનામાં સૌથી શ્રેષ્ઠ શહેરમાં પુનાએ પોતાનું નામ દાખલ કરાવ્યું છે. જયારે રાજધાની દિલ્લી 65માં નંબરે આવ્યું છે. કેન્દ્રીય શહેરો મામલાનાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ જીવન સુગમતા સૂચકાંકમાં (લીવેબિલીટી ઇન્ડેક્સ) નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને આવેલ છે. જયારે […]

Top Stories India Lifestyle Business
Facade of Aga Khan Palace in Pune ss280420172 ભારતમાં રહેવા લાયક પુના (Pune) સર્વશ્રેષ્ઠ શહેર, દિલ્લી ટોપ 50 થી બહાર

ભારતમાં રહેણી મામલે સર્વશ્રેઠ શહેરોની સૂચિ સોમવારે બહાર પાડવામાં આવી હતી. રહેવાની તુલનામાં સૌથી શ્રેષ્ઠ શહેરમાં પુનાએ પોતાનું નામ દાખલ કરાવ્યું છે.

જયારે રાજધાની દિલ્લી 65માં નંબરે આવ્યું છે. કેન્દ્રીય શહેરો મામલાનાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ જીવન સુગમતા સૂચકાંકમાં (લીવેબિલીટી ઇન્ડેક્સ) નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને આવેલ છે. જયારે રહેવાની દ્રષ્ટિએ ટોપ દસ શહેરોમાં મહારાષ્ટ્રના ત્રણ શહેરોને સમાવાયેલ છે, અને મોટા શહેરોના મામલામાં પ્રતિષ્ઠિત શહેર ઉત્તરપ્રદેશ અને તમિલનાડુનું એક પણ શહેર ટોપ ટેન શહેરોમાં પોતાનું નામ નથી દાખલ કરાવી શક્યા.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા 111 મોટા શહેરોની સૂચીમાં રાજધાની દિલ્લી ઘણું પાછળ રહી ગયું છે. કારણ કે આ વર્ષે દિલ્લીમાં વાયુ પ્રદુષણને લઈને ઘણો હોબાળો થયો છે. શીર્ષ દસ દેશમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની રાજધાનીઓને જગ્યા મળી છે. ઉત્તરપ્રદેશનું રામપુર આ સૂચીમાં અંતિમ ક્રમાંક પર બિરાજમાન છે. ટોપ ટેન શહેરોમાં ચોથા નંબરમાં તિરૂપતિ, પાંચમા નંબર પર ચંદીગઢ, છઠ્ઠા નંબર પર થાણે, સાતમા નંબર પર રાયપુર, આઠમા નંબર પર ઇન્દોર, નવમા નંબર પર વિજયવાડા અને દસમા નંબર પર ભોપાલ છે.

આ સર્વેક્ષણ સમગ્ર દેશમાં 111 શહેરોમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાનાં (હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ) કેન્દ્રીય પ્રધાન હરદીપ પૂરીએ જણાવ્યું હતું કે, જીવન સુગમતા (લાઇફ ઈન્ડેક્સ) ચાર માપદંડ-સંચાલન, સામાજિક સંસ્થાઓ, આર્થિક અને ભૌતિક માળખાકીય સુવિધાઓ પર આધારિત છે. ચેન્નઈને 14 મું અને નવી દિલ્હી 65 મું સ્થાન મળ્યું છે. પૂરીએ જણાવ્યું હતું કે, કોલકાતાએ સર્વેમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. આ સર્વે દેશના 111 શહેરોમાં કરવામાં આવ્યો હતો.