Not Set/ IND vs NZ 5th T20/ ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટોસ થઇ ગયો છે, આ ટોસ કરવા મેદાનમાં રોહિત શર્મા અને ટીમ સાઉદી મેદાનમાં ઉતર્યા છે. અહી ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે, આજની મેચમાં ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા કેપ્ટનશીપ કરી રહ્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી કેન વિલિયમસનની જગ્યાએ ટીમ સાઉદી […]

Top Stories Sports
IND vs NZ 1 IND vs NZ 5th T20/ ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટોસ થઇ ગયો છે, આ ટોસ કરવા મેદાનમાં રોહિત શર્મા અને ટીમ સાઉદી મેદાનમાં ઉતર્યા છે. અહી ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે, આજની મેચમાં ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા કેપ્ટનશીપ કરી રહ્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી કેન વિલિયમસનની જગ્યાએ ટીમ સાઉદી કેપ્ટનશીપનો ભાર ઉઠાવશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી-20 શ્રેણીની છેલ્લી મેચ આજે રમાશે. ભારતે અત્યાર સુધી શ્રેણીની ચારેય મેચ જીતી લીધી છે. છેલ્લી બે મેચમાં હારની ખૂબ જ નજીક જીત મેળવનાર ભારતીય ટીમ પાંચમી અને અંતિમ મેચમાં મેદાનમાં ઉતરશે, ત્યારે તેની નજર ન્યૂઝીલેન્ડનાં સુપડા સાફ કરવા પર રહેશે.

Image

ન્યૂઝીલેન્ડે ત્રણ કે તેથી વધુ મેચીની બે દેશોની ટી-20 શ્રેણીમાં ક્યારે પણ બધી મેચ ગુમાવી નથી. વર્ષ 2005 થી, તે બે દેશોની ટી-20 શ્રેણીની તમામ મેચ ફક્ત એક જ વાર હારી છે, જ્યારે ઇંગ્લેન્ડે ફેબ્રુઆરી 2008 માં તેને 2-0થી હરાવ્યું હતું. આપને જણાવી દઇએ કે, કેપ્ટન વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવાનો છે.

Image result for india vs new zealand

ચોથી ટી-20 મેચમાં પણ આવું જ કરવામાં આવ્યું હતું, પરંતુ સંજુ સેમસન અને શિવમ દુબેને ફિલ્ડ પર ઉતારવાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આજની મેચમાં કયા બદલાવ જોવા મળશે, વળી ન્યૂઝીલેન્ડ આ મેચને જીતવા માટે કંઇક કરતા જોવા મળશે, તે પણ જોવાની મજા પણ ઓછી નહીં હોય.

ભારત

કે.એલ.રાહુલ, સંજુ સેમસન, રોહિત શર્મા(કેપ્ટન), શ્રેયસ અય્યર, શિવમ દૂબે, મનીષ પાંડે, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ

ન્યૂઝીલેન્ડ

માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, ટોમ બ્રુસ, રોસ ટેલર, ટિમ સિફર્ટ (વિકેટકીપર), મિશેલ સેંટનર, સ્કોટ કુગગેલેજન, ટીમ સાઉદી (કેપ્ટન), ઇશ સોઢી, હમિશ બેનેટ, ડેરિલ મિશેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.