Not Set/ એવુ તે શું બન્યુ કે 6 વખતની યુએસ ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ રડવા લાગી, જાણો

ટોરોન્ટોમાં રમાઈ રહેલા રોજર્સ કપમાં રમતી સેરેના વિલિયમ્સને ટાઇટલ મેચમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. સેરેનાને રોજર્સ કપની ફાઇનલમાં કેનેડાની બિઆન્કા આંદ્રેસ્ક્યૂ સામેના પ્રથમ સેટ દરમિયાન નિવૃત્તિ લેવી પડી હતી. મેચમાં, સેરેના શરૂઆતથી જ આગળ હતી, પરંતુ 19 મિનિટની રમત બાદ, તેને પીઠમાં દુખાવો થવા લાગ્યો હતો અને તે ખુરશી પર બેસીને રડવા લાગી હતી. […]

Sports
serena Williams એવુ તે શું બન્યુ કે 6 વખતની યુએસ ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ રડવા લાગી, જાણો

ટોરોન્ટોમાં રમાઈ રહેલા રોજર્સ કપમાં રમતી સેરેના વિલિયમ્સને ટાઇટલ મેચમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. સેરેનાને રોજર્સ કપની ફાઇનલમાં કેનેડાની બિઆન્કા આંદ્રેસ્ક્યૂ સામેના પ્રથમ સેટ દરમિયાન નિવૃત્તિ લેવી પડી હતી. મેચમાં, સેરેના શરૂઆતથી જ આગળ હતી, પરંતુ 19 મિનિટની રમત બાદ, તેને પીઠમાં દુખાવો થવા લાગ્યો હતો અને તે ખુરશી પર બેસીને રડવા લાગી હતી. આ પછી તેણે મેચમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લેવો પડ્યો.

serenna એવુ તે શું બન્યુ કે 6 વખતની યુએસ ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ રડવા લાગી, જાણો

એવું કહેવામાં આવે છે કે અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની તૈયારીને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી હતી. જે સમયે સેરેનાએ મેચમાંથી પીછે હઠ કરી હતી, ત્યારે બિઆન્કા 3-1થી આગળ ચાલી રહી હતી. સેરેના પણ એકદમ ઠીક દેખાઇ રહી હતી, પરંતુ તે પછી તે રડવા લાગી અને મેચમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. સેરેનાનો લક્ષ્ય 24 મો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ કબજે કરવાનો છે. યુએસ ઓપન 26 ઓગષ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે.

serena i edited એવુ તે શું બન્યુ કે 6 વખતની યુએસ ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ રડવા લાગી, જાણો

મેચ બાદ સેરેનાએ કહ્યું કે, મને માફ કરી દો, હું કઇ કરી શકી નહીં. મેં ખૂબ પ્રયત્ન કર્યો, પણ હું રમી શકી નહીં. ભાવુક થયેલી સેરેનાએ કહ્યું કે, આ વર્ષ ખૂબ મુશ્કેલ રહ્યુ, પરંતુ હું પ્રયત્ન ચાલુ રાખીશ. 37 વર્ષીય સેરેના વિલિયમ્સ અગાઉ ઘૂંટણની ઈજાનાં કારણે કોર્ટથી દૂર રહી હતી, જેમાંથી સ્વસ્થ થયા બાદ તેણે પોતાની જાતને ટૂર્નામેન્ટ માટે યોગ્ય જાહેર કરી હતી. આપને જણાવી દઇએ કે, છ વખતની યુએસ ઓપન ચેમ્પિયન સેરેના 2018 માં માતા બન્યા બાદ પરત ફરી એક પણ ટાઇટલ જીતી શકી નથી.

bianca એવુ તે શું બન્યુ કે 6 વખતની યુએસ ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ રડવા લાગી, જાણો

સેરેનાનાં મેચ છોડ્યા પછી, બિઆન્કા તેની પાસે ગઈ અને તેને દિલાસો આપ્યો. બિઆન્કાએ કહ્યું કે, મને સેરેનાને લઇને ઘણુ ખરાબ લાગી રહ્યુ છે. ગયા વર્ષે મને પણ ઈજાઓ પહોંચી હતી અને જેથી હું તેઓની વેદના સમજી શકું છું. 19 વર્ષની બિઆન્કાએ કહ્યું કે તમે ઘણી વાર પોતાને પ્રોત્સાહિત કરો છો, પરંતુ સેરેના આજે તે કરી શક્યા નહીં. હું તેમની ઝડપી ફીટ થવાની કામના કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.