Not Set/ જૂન મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળી તેજી, PMI ઇન્ડેક્સ વધીને પહોંચી ૫૩.૧ના સ્તર પર

નવી દિલ્હી, દેશમાં વધી રહેલા GDP ગ્રોથના આંકડા બાદ સરકાર માટે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. દેશના મેન્યુફેક્ચરિંગ સેકટરમાં જૂન મહિનો ખુબ સારો સાબિત થયો છે. આ મહિનામાં મેન્યુફેક્ચરિંગ PMI ઇન્ડેક્સ ૫૩.૧ના સ્તર પર પહોંચી ગઈ છે. બીજી બાજુ જૂન મહિનામાં જે ગ્રોથ જોવા મળી છે તે ડિસેમ્બર બાદ સૌથી વધુ છે. નિક્કેઈ ઇન્ડિયા […]

Business
industry k47B જૂન મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળી તેજી, PMI ઇન્ડેક્સ વધીને પહોંચી ૫૩.૧ના સ્તર પર

નવી દિલ્હી,

દેશમાં વધી રહેલા GDP ગ્રોથના આંકડા બાદ સરકાર માટે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. દેશના મેન્યુફેક્ચરિંગ સેકટરમાં જૂન મહિનો ખુબ સારો સાબિત થયો છે. આ મહિનામાં મેન્યુફેક્ચરિંગ PMI ઇન્ડેક્સ ૫૩.૧ના સ્તર પર પહોંચી ગઈ છે. બીજી બાજુ જૂન મહિનામાં જે ગ્રોથ જોવા મળી છે તે ડિસેમ્બર બાદ સૌથી વધુ છે.

નિક્કેઈ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMI (પર્ચેજિંગ મેનેજર્સ ઇન્ડેક્સ)ના માસિક સર્વેમાં આ આંકડા રજુ કરાયા છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ડોમેસ્ટિક લેવલ પર ઓર્ડર વધ્યા છે તેમજ એક્સ્પોર્ટમાં પણ વધારો થયો છે. આં વધારાનો સીધો ફાયદો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મળ્યો છે.

આ પહેલા મેન્યુફેક્ચરિંગ PMI સતત છેલ્લા ૧૧ મહિનાથી ૫૦ કરતા વધુ બનેલી હતી. ત્યારબાદ મે મહિનામાં આ ઇન્ડેક્સ ઘટીને ૫૧.૨ના આંકડા પર પહોંચી હતી.

આઈએચએસ માર્કેટની ઇકોનોમિસ્ટ અને રિપોર્ટના લેખક આશના ડોઢિયાએ જણાવ્યું, “જૂન મહિનામાં આવેલી તેજીના આ સંકેત મળી રહ્યા છે કે, માંગ વધવાના કારણે મેન્યુફેક્ચરિંગમાં તેજી આવી છે”.

મહત્વનું છે કે, ડિસેમ્બર પછી નવા ઓર્ડરો આવ્યા છે. જેથી ડોમેસ્ટિક અને ગ્લોબલ લેવલ પર માંગ વધી રહી છે, જેથી આ સેક્ટરમાં પરચેજિંગ વધી છે. સાથે સાથે સ્ટાફની સંખ્યા પણ વધી છે.