Not Set/ શેરબજારમાં લાલચોળ તેજીનો મામલો, 37,781.66 પોઇન્ટ પર ખુલ્યો સેન્સેક્સ

મુંબઇ, મુંબઇમાં શેરબજારમાં લાલચોળ તેજીનો મામલે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તર પર પહોંચ્યા છે. ત્યારે 37,781.66 પોઇન્ટ પર સેન્સેક્સ ખુલ્યો છે અને નિફ્ટી 11,417 પોઇન્ટ પર ખુલ્યો છે. મિડકૈપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકાથી વધારે ચડ્યો છે. જ્યારે નિફ્ટીનું મિડકેપ 100 ઇન્ડેક્સમાં પણ 0.5 ટકાથી વધારે […]

Trending Business
ewas શેરબજારમાં લાલચોળ તેજીનો મામલો, 37,781.66 પોઇન્ટ પર ખુલ્યો સેન્સેક્સ

મુંબઇ,

મુંબઇમાં શેરબજારમાં લાલચોળ તેજીનો મામલે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તર પર પહોંચ્યા છે. ત્યારે 37,781.66 પોઇન્ટ પર સેન્સેક્સ ખુલ્યો છે અને નિફ્ટી 11,417 પોઇન્ટ પર ખુલ્યો છે.

મિડકૈપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકાથી વધારે ચડ્યો છે. જ્યારે નિફ્ટીનું મિડકેપ 100 ઇન્ડેક્સમાં પણ 0.5 ટકાથી વધારે નોંધાયો છે. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.75 ટકા સુધી ઉછળ્યો છે.

06 ઓગસ્ટે નિફ્ટીએ પહેલીવાર 11,400ની સપાટીને ક્રોસ કરી હતી. નિફ્ટીએ 11,423.60ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. અગાઉ 1 ઓગસ્ટના રોજ નિફ્ટી 11,390ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. આ પહેલાં 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટીએ 11,171ની હાઈ સપાટી બનાવી હતી.

ખાનગી અને સરકારી બેન્કોના શેરમાં જબરદસ્ત ખરીદીના કારણે બેન્ક નિફ્ટીએ પહેલીવાર 27,900ની સપાટી ક્રોસ કરી હતી. બેન્ક નિફ્ટી 0.75 ટકાના ઉછાળા સાથે 27,904ની સપાટીએ વેપાર કરી રહ્યો છે.