નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના સૌથી ફાસ્ટેટ ફોર્મેટ કહેવાતા ટી-૨૦ ક્રિકેટની શરૂઆત બાદ ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય અને લોકપ્રિયતા અંગે અનેક સવાલો સામે આવ્યા છે, ત્યારે હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આં અંગે પોતાની એક પ્રતિક્રિયા આપી છે.
ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા અંગે ઉભા થયેલા સવાલો અંગે કોહલીએ કહ્યું, ” ટેસ્ટ ક્રિકેટ તેઓનું સૌથું ફેવરિટ ફોર્મેટ છે“.
એક રિપોર્ટ અનુસાર, કોહલીની સાથે સાથે ઈંગ્લેંડ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટે પણ ટેસ્ટ ક્રિકેટનું સમર્થન કર્યું છે. કોહલીએ કહ્યું, ” આ મારું સૌથી ફેવરિટ ક્રિકેટ ફોર્મેટ છે અને ક્રિકેટનું પણ સૌથી શાનદાર ફોર્મેટ છે. અમારે નિશ્ચિત રીતે ટેસ્ટ ક્રિકેટ જોવું પસંદ છે”
કેપ્ટન કોહલીએ વધુમાં જણાવ્યું, “જે લોકો ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે, તેઓને પણ આ ફોર્મેટથી એટલો જ પ્રેમ હશે. તેઓ આ રમતને સમજે છે અને પાંચ દિવસની આ રમતમાં ઉચ્ચ સ્તરીય પ્રતિસ્પર્ધી ટીમો વિરુધ પોતાની ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે આ ફોર્મેટથી સારું કોઈ હોઈ શકે નહિ. હું આશ્વસ્ત છું કે, દરેક ક્રિકેટ ખેલાડીને ટેસ્ટ ક્રિકેટ રમવું પસંદ હશે”.
વિરાટ કોહલી ઉપરાંત જો રૂટે પણ ટેસ્ટ ક્રિકેટનું સમર્થન કરતા કહ્યું હતું કે, “ટેસ્ટ ક્રિકેટ હવે મરી ગયું છે, તેઓએ આ રમતને રિપીટ કરતા જોવું જોઈએ. જયારે ઈંગ્લેંડના પૂર્વ ખેલાડી માઈકલ વોને પણ કહ્યું, “વન-ડે ક્રિકેટમાં તમને ટેસ્ટ ક્રિકેટ જેવું વાતાવરણ નહિ મળે”.