શુભેચ્છા/ મમતા બેનર્જી જન્મદિવસની શુભેચ્છા પાઠવા સૌરવ ગાંગુલીના ઘરે ગયા

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરપ્રાઇઝ આપી હતી અને દાદાના જન્મ દિવસ પર તેમણે એક ભેટ પણ આપી હતી. 

Sports
mamta ganguly મમતા બેનર્જી જન્મદિવસની શુભેચ્છા પાઠવા સૌરવ ગાંગુલીના ઘરે ગયા

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે તેનો 49 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વિશેષ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે દાદા મમતાની સરકારમાં બંગાળના ક્રિકેટ એસોસિએશનના ચીફ પણ હતા.ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટન બનેલા સૌરવ ગાંગુલી હંમેશા મમતા બેનર્જીના ખાસ લોકોમાંના એક રહ્યા છે. આ જ કારણ છે કે મમતા પોતે જ તેમના જન્મદિવસના વિશેષ પ્રસંગે તેમને શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.

સૈારવ ગાંગુલીએ મમતા બેનર્જીના શુભેચ્છકોની ખાસ લિસ્ટમાં આવે છે ,મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરપ્રાઇઝ આપી હતી અને દાદાના જન્મ દિવસ પર તેમણે એક ભેટ પણ આપી હતી.

સૌરવ ગાંગુલીની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે. ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે મેચ રમી હતી. આપને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીએ 1996 માં ઈંગ્લેન્ડ સામેની તેની પહેલી ટેસ્ટમાં સદી ફટકારીને તેની કારકીર્દિની જોરશોરથી શરૂઆત કરી હતી. તેણે 49 ટેસ્ટ અને 147 વનડેમાં ભારતની કપ્તાની કરી હતી.

સ્ટાઇલિશ ડાબા હાથે બેટ્સમેન સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટ મેચોમાં 42.17 ની સરેરાશથી 7212 રન બનાવ્યા, જેમાં 16 સદી અને 35 અડધી સદીનો સમાવેશ છે. તે જ સમયે, 311 વનડેમાં તેમણે 41.02 ની સરેરાશથી 11363 રન બનાવ્યા, જેમાં 22 સદી અને 72 અડધી સદીનો સમાવેશ છે. ગાંગુલીએ ટીમને એવી મજબૂત બનાવી હતી. દેશ સહિત વિદેશમાં પણ અનેક મેચો ભારતીય ટીમે જીતી હતી.

ગાંગુલીની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા 1983 પછી 2003 માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2001 (શ્રીલંકા) અને 2003 વર્લ્ડ કપ (દક્ષિણ આફ્રિકા) ની ફાઇનલમાં પહોંચી હતી. આ સિવાય ભારતે 2002 માં ઇંગ્લેન્ડ સામેની નેટ વેસ્ટ શ્રેણી જીતી હતી, ત્યારબાદ તેણે લોર્ડ્સની અટારીમાં પોતાનો શર્ટ લહેરાવ્યો હતાે