Viral video/ જ્હાનવી કપૂરે કર્યો ક્લાસિકલ ડાન્સ, બહેન ખુશી કપૂરનું આવું હતું રીએક્શન

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફોટા અને વિડીયો શેર કરીને તેના પ્રશંસકોને તેની દિનચર્યા વિશે જણાવતી રહે છે. તે ઘણી વખત ડાન્સ રિહર્સલ કરતા તેનો વીડિયો શેર કરતી રહે છે.

Trending Entertainment
a 86 જ્હાનવી કપૂરે કર્યો ક્લાસિકલ ડાન્સ, બહેન ખુશી કપૂરનું આવું હતું રીએક્શન

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફોટા અને વિડીયો શેર કરીને તેના પ્રશંસકોને તેની દિનચર્યા વિશે જણાવતી રહે છે. તે ઘણી વખત ડાન્સ રિહર્સલ કરતા તેનો વીડિયો શેર કરતી રહે છે. ત્યારે આ વખતે પણ તે ક્લાસિકલ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, જ્હાનવીના ડાન્સથી તેની બહેન ખુશી કપૂર તેના અંદાજથી પ્રભાવિત થઇ હોય તેવું લાગતું નથી.

આ પણ વાંચો :Photos / શહનાઝ ગિલે કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકોને પસંદ આવ્યો કુલ લુક

જ્હાનવી કપૂરે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે આયુષ્માન ખુરાના   ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘શુભ મંગલ સવધન’ ના ગીર “કાન્હા” પર ડાન્સ કરી રહી છે.

વીડિયો શેર કરતી વખતે જ્હાનવીએ કેપ્શનમાં લખ્યું- “આશા છે કે તમે લોકો મારી બહેન કરતા વધુ ખુશ હશો.”

Instagram will load in the frontend.

આ પણ વાંચો :જાણો, કેમ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફેમ ઝીશાન કાદરી સામે નોંધાઈ FIR

આપને જણાવી દઈએ કે ખુશી કપૂર વિદેશમાં અભ્યાસ કરે છે, પરંતુ આ દિવસોમાં તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. જ્હાનવીએ તાજેતરમાં કહ્યું હતું કે જ્યાં સુધી તે તેની બહેન ખુશીને ચીડવે નહીં, ત્યાં સુધી તેનો દિવસ અધૂરો જ રહે છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, તાજેતરમાં અભિનેત્રી ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ માં જોવા મળી હતી. તે પછી ‘રુહિઆફઝા’, ‘તખ્ત’ અને ‘દોસ્તાના 2’ ફિલ્મોમાં જોવા મળશે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…