Video/ હોસ્પિટલના બેડ પર ‘અલ્લાહ કે બંદે’ ગીત ગાતા પ્રખ્યાત ગાયકે તોડ્યો દમ, ઈમોશનલ કરી દેશે વીડિયો

સિંગર માત્ર 35 વર્ષનો હતો, તે લાંબા સમયથી લિવર સંબંધિત બીમારી સામે લડી રહ્યો હતો. સુરેન યુમનમે તેની સારવાર દરમિયાન ક્યારેય હિંમત હારી ન હતી.

Trending Entertainment
સિંગર

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ઈમોશનલ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં મણિપુરના પ્રખ્યાત ગાયક સુરેન યુમનમનું હોસ્પિટલના બેડ પર ‘અલ્લાહ કે બંદે’ ગીત ગાતી વખતે મૃત્યુ થયું હતું. ગાયક કૈલાશ ખેરે સુરેન યુમનમનો આ છેલ્લો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

સિંગર માત્ર 35 વર્ષનો હતો, તે લાંબા સમયથી લિવર સંબંધિત બીમારી સામે લડી રહ્યો હતો. સુરેન યુમનમે તેની સારવાર દરમિયાન ક્યારેય હિંમત હારી ન હતી. તે હંમેશા જીવંત રહ્યો છે, આ છેલ્લો વીડિયો તે સાબિત કરે છે. કૈલાશ ખેરે શેર કરેલા વીડિયોમાં સુરેન હોસ્પિટલના બેડ પર જોવા મળે છે. તે કૈલાશ ખેરનું ગીત ‘અલ્લાહ કે બંદે’ ગાતો જોવા મળે છે. સારવારમાં વપરાતા મશીનો પણ તેની આસપાસ દેખાય છે. આવી સ્થિતિમાં આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kailash Kher (@kailashkher)

આ પણ વાંચો:શાહરૂખ ખાનના જન્મદિવસ પર ‘પઠાન’નું ધમાકેદાર ટીઝર રિલીઝ

આ પણ વાંચો:હંસિકાએ શેર કરી ડ્રીમી વેડિંગ પ્રપોઝલની તસવીરો.. ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરતો જોવા મળ્યો સોહેલ

આ પણ વાંચો:જન્મદિવસના એક દિવસ પહેલા શાહરૂખ ખાનની લક્ઝરી કારની થઇ આવી હાલત, લોકો કરી રહ્યા છે આવી કોમેન્ટ