Covid-19/ દેશમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો, રિકવરી આંક પણ 1 કરોડને પાર

દેશમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો, દેશમાં રિકવરી આંક પણ 1 કરોડને પાર

Top Stories India
corona દેશમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો, રિકવરી આંક પણ 1 કરોડને પાર

વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વમાં પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે વિશ્વ આખું કોરોનાથી પરેશાન છે ત્યારે ભરમાં કોરોના વાઇરસના દૈનિક કેસમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા 18 હજાર કેસ સામે 20 હજાર દર્દી રિકવર થયા છે. દેશમાં કોરોનાનાં કુલ કેસ 1 કરોડને પાર કરી ચુક્યા છે. તો દેશમાં રિકવરી આંક પણ 1 કરોડને પાર કરી ગયો છે. દેશમાં કોરોનાનાં કેસ માં ઘટાડો થયો છે.

Rajkot / વાંકાનેરની સિરામિક ફેકટરી setmax માંથી મળ્યો બૉમ્બ, સ્ક્વોડન…

Pakistan / પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર માટે ધરપકડ વોરંટ જાહેર,આજે કોર…

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં 20,500  લોકો સ્વસ્થ્ય થયા છે. અને એક્ટિવ કેસ હવે માત્ર 2.22 લાખ જેટલા જ બચ્યા છે. 32 રાજ્યો-પ્રદેશોમાં હજારથી ઓછા કેસ સામે આવી રહ્યા છે.
માત્ર ત્રણ જ રાજ્યોમાં હજારથી વધુ કેસ નોધાયા છે. છત્તીસગઢમાં દિવસમાં હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

કોવિડ -19 કોરોના વાયરસ રોગચાળા દ્વારા ઉદ્ભવેલ પડકાર અને જોખમને પહોંચી વળવા ભારત સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. દેશના લોકોના સક્રિય સમર્થનથી, અમે દેશમાં વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવામાં સક્ષમ છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…