GODHRAKAND/ ગોધરાકાંડના આરોપીઓને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, જામીન અરજી ફગાવી

2002ના ગોધરાકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા ત્રણેય દોષિતોને સુપ્રીમ કોર્ટે મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ત્રણેય દોષિતોની જામીન અરજી ફગાવી દીધી હતી

Top Stories India
9 1 5 ગોધરાકાંડના આરોપીઓને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, જામીન અરજી ફગાવી

2002ના ગોધરાકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા ત્રણેય દોષિતોને સુપ્રીમ કોર્ટે મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ત્રણેય દોષિતોની જામીન અરજી ફગાવી દીધી હતી. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે 2002ની ગોધરા આગની ઘટનાને ‘ખૂબ જ ગંભીર ઘટના’ ગણાવી હતી. નોંધનીય છે કે 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ગુજરાતમાં ભયાનક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું- આ ઘટના ખૂબ જ ગંભીર ઘટના હતી. આમાં કોઈ એક વ્યક્તિને મારવાનો પ્રશ્ન જ નથી. આ સાથે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે આ મામલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અપીલોની યાદી યોગ્ય બેંચ સમક્ષ સુનાવણી માટે આપશે.બેંચમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. સર્વોચ્ચ અદાલતની બેન્ચે દોષિતો સૌકત યુસુફ ઈસ્માઈલ મોહન, બિલાલ અબ્દુલ્લા ઈસ્માઈલ બદામ ઘાંચી અને સિદ્દીકને જામીન પર છોડવાનો ઈન્કાર કર્યો હતો. દોષિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ બેન્ચને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે ત્રણેયને આજીવન કેદની સજા ફટકારી છે.

એક આરોપી સાડા 17 વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે જ્યારે બીજો 20 વર્ષથી જેલમાં છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, અપીલકર્તાઓની ચોક્કસ ભૂમિકાને ધ્યાનમાં રાખીને અમે તેમને આ તબક્કે જામીન પર છોડવા ઈચ્છતા નથી. હેગડેએ દલીલ કરી હતી કે તેમાંથી બે પર હિંસા દરમિયાન પથ્થરમારો અને લોકોના ઘરેણાંની લૂંટ જેવા નાના આરોપ છે.