Not Set/ આજથી લાગુ થઈ ફાસ્ટ ટેગ સિસ્ટમ,15 જાન્યુઆરી સુધી ફરજીયાત નહીં,વાહનચાલકો ભારે દ્વિધામાં

આજથી દેશભરના નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ સિસ્ટમ લાગૂ થઇ ગઇ છે.જો કે રવિવાર સવારે ફાસ્ટ ટેગ સિસ્ટમના કારણે ટોલ પ્લાઝા પર ગુંચવણ જોવા મળી હતી.ફાસ્ટ ટેગ વગરના અનેક વાહનો ટોલ ભરવાની લાઈનમાં ઘુસી ગયા હતા,જેના કારણે મુશ્કેલીઓ સર્જાઈ હતી. જો કે ફાસ્ટ ટેગ લાગુ કરવા માટે શરૂઆતમાં 30 દિવસની રાહત છે.ફરજીયાત ફાસ્ટ […]

Top Stories India
A 3 આજથી લાગુ થઈ ફાસ્ટ ટેગ સિસ્ટમ,15 જાન્યુઆરી સુધી ફરજીયાત નહીં,વાહનચાલકો ભારે દ્વિધામાં

આજથી દેશભરના નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ સિસ્ટમ લાગૂ થઇ ગઇ છે.જો કે રવિવાર સવારે ફાસ્ટ ટેગ સિસ્ટમના કારણે ટોલ પ્લાઝા પર ગુંચવણ જોવા મળી હતી.ફાસ્ટ ટેગ વગરના અનેક વાહનો ટોલ ભરવાની લાઈનમાં ઘુસી ગયા હતા,જેના કારણે મુશ્કેલીઓ સર્જાઈ હતી.

જો કે ફાસ્ટ ટેગ લાગુ કરવા માટે શરૂઆતમાં 30 દિવસની રાહત છે.ફરજીયાત ફાસ્ટ ટેગ 15 જાન્યુઆરી થી લાગુ પડશે.ટોલ પ્લાઝા પર વાહનોની ભીડને જોતા ફાસ્ટેગની વધુમાં વધુ 25% લેનને હાઈબ્રીડ રખાશે. આ હાઇબ્રીડ લેન્સમાં 15મી જાન્યુઆરી સુધી ફાસ્ટેગની સાથે કેશ પેમેન્ટથી પણ ટોલ આપી શકાશે.

શનિવારના રોજ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા ફાસ્ટેગ લાગૂ કરવાને લઇ નોટિફિકેશન રજૂ કરાયું છે. સરકારે નેશનલ હાઇવે પર ટોલ પેમેન્ટ માટે ફરજીયાત ફાસ્ટેગ લાગૂ કરવાની તારીખ 15 જાન્યુઆરી સુધી વધારી છે.

મંત્રાલયે પહેલાં તેની તારીખ 15 ડિસેમ્બર નક્કી કરી હતી. પછી તમારું વહાન ખાનગી હોય કે કોમર્શિયલ બધા માટે ફાસ્ટેગ જરૂરી છે.

FASTag છે શું?

FASTagએ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સીસ્ટમ છે. જે ભારત ની સરકારી સંસ્થા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ચલાવવામાં આવે છે. આ એક RFID (રેડીયો ફ્રિક્વન્સી આઇડેંટીફીકેશન)ઉપર ચાલતી ટેક્નોલૉજી છે. આ ટેક્નોલૉજીની મદદથી તમારે ટોલ બૂથ ઉપર કેશ કે કાર્ડ ને વાપરવાની જરૂર રહેતી નથી. ટોલ ટેક્સ સીધા તમારા એકાઉન્ટમાંથી કપાઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.