Not Set/ વેપારીઓએ 31 જૂલાઇ સુધી લઈ લેવી પડશે રસી, અન્યથા નહી ખુલે દુકાનના શટર

ત્રીજી લહેર પૂર્વ રાજ્યમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્‍યાંક સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે આગામી 31મી જુલાઈ સુધીમાં રાજ્યમાં વેપારીઓએ કોરોનાની વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આગામી 31મી જુલાઈ સુધીમાં લઈ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે

Top Stories Gujarat Others Trending
vepari 1 વેપારીઓએ 31 જૂલાઇ સુધી લઈ લેવી પડશે રસી, અન્યથા નહી ખુલે દુકાનના શટર

કોરોનાને નાથવા માટે એકમાત્ર શસ્ત્ર વેક્સિન છે. સરકારે કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે જડબેસલાક તૈયારી કરી છે. રાજ્ય સરકારે કોરોનું સંક્રમણ અટકાવવા માટે સુપર સ્પ્રેડર માટે રસી ફરજિયાત કરી નાખી છે. ત્યારે હવે 31 જુલાઈ સુધી દરેક વેપારીએ કોરોનાની રસી ફજિયાત લેવી પડશે.

vepari વેપારીઓએ 31 જૂલાઇ સુધી લઈ લેવી પડશે રસી, અન્યથા નહી ખુલે દુકાનના શટર

કોરોનામાં રસી છે એક માત્ર ઈલાજ

વેપારીઓને રસી લેવી ફરજિયાત

સરકારે કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે જડબેસલાક તૈયારી કરી છે. ત્રીજી લહેર પૂર્વ રાજ્યમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્‍યાંક સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે આગામી 31મી જુલાઈ સુધીમાં રાજ્યમાં વેપારીઓએ કોરોનાની વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આગામી 31મી જુલાઈ સુધીમાં લઈ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વેક્સિન નહીં લેનાર વેપારીઓ 1લી ઓગષ્ટથી દુકાનોના શટર ખોલી શકશે નહીં.

vepari 1 1 વેપારીઓએ 31 જૂલાઇ સુધી લઈ લેવી પડશે રસી, અન્યથા નહી ખુલે દુકાનના શટર

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપવામાં આવી છે. અગાઉ સરકાર દ્વારા 30મી જુન સુધીમાં વેપારીઓ, વ્યવસાયિક એકમોના સંચાલકો અને સ્ટાફે કોરોનાની વેક્સિન લેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન કેન્દ્ર સરકાર ગુજરાતને પુરતા ડોઝની ફાળવણી કરવામાં ન આવતા વેક્સિનની અછતના કારણે આ મુદત 10મી જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. ત્યારબાદ મુદતમાં ફરી અત્યારે વધારો કરી 31મી જુલાઈ સુધીમાં વેપારીઓએ વેક્સિનનો એક ડોઝ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

Antibodies / અમદાવાદના કેટલા નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી વિકસી છે ?

વેપારીઓએ 31મી જુલાઈ સુધીમાં કોરોનાની વેક્સિનનો એક ડોઝ ફરજિયાત લઈ લેવાનો રહેશે. અન્યથા તેઓને દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વેપારીઓ પાસે વેક્સિન લેવા માટે હજી સમય છે.  જો કે વેક્સિનનો પર્યાપ્ત જથ્થો હજી ઉપલબ્ધ નથી આવામાં મુદતમાં વધારો કરવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.