Right to Education Act/ RTE અંતર્ગત બેઠક કરતાં વધુ ફોર્મ ભરયા, કોને મળશે એડમીશન ?

અમદાવાદ જિલ્લા વિસ્તારની જો વાત કરીએ તો RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે 5109  અરજીઓ મળી છે. પ્રથમ રાઉન્ડ માં 5109 પૈકી 259 ફોર્મ રદ થયા હોવાનું સામે આવી રહ્યું છે.

Top Stories Ahmedabad Gujarat

રાજ્યમાં અત્યારે સ્કુલમાં નવા એડમીશન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. અમદાવાદ જિલ્લા વિસ્તારની વાત કરીએતો તેમાં RTE હેઠળ પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે એડમીશન માટે 5109 ફોર્મ આવ્યા છે.જે સીટ કરતા વધુ છે.

રાજ્યમાં અત્યારે પ્રવેશ પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. જેમાં કેન્દ્ર સરકારની અભ્યાસની પોલીસી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પણ પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ જિલ્લા વિસ્તારની જો વાત કરીએ તો RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે 5109  અરજીઓ મળી છે. પ્રથમ રાઉન્ડ માં 5109 પૈકી 259 ફોર્મ રદ થયા હોવાનું સામે આવી રહ્યું છે.  એટલે કે 4850 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.

જિલ્લા વિસ્તારમાં સરકારી સિવાયની ૧૯૩ ગ્રાન્ટેડ શાળા આવેલી છે.  આ પ્રક્રિયા માટે સરકારના નિયમ મુજબ 1700 જેટલી જગ્યા છે. જે મુજબ RTE અંતર્ગત એડમીશન આપવામાં આવતા હોય છે. જેના માટે 4850 ફોર્મ માન્ય રહ્યા છે.  ત્યારે આ વર્ષે RTE અંતર્ગત સીટ કરતા ફોર્મ વધુ ભરયા છે.  ત્યારે સરકાર માટે RTE એક્ટ હેઠળ પ્રવેશ આપવું જટીલ પણ બની શકે છે. બેઠક કરતા ફોર્મની સંખ્યા વધુ હોવાના કારણે સરકાર હવે કેવી રીતે એડમીશન આપશે તે પણ જોવાનું રહ્યું.