National/ અર્પિતા મુખર્જી પાસેથી નોટોનો મોટો જથ્થો મળ્યા બાદ EDએ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની કરી ધરપકડ

ED અધિકારીઓએ શુક્રવારે સવારે 8 વાગ્યે ચેટર્જીની તેમના ઘરે પૂછપરછ શરૂ કરી, જે શનિવારે પણ ચાલુ રહી. પૂછપરછ બાદ મમતા બેનર્જી સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી હતી.

Top Stories India
પાર્થ ચેટરજીની

પશ્ચિમ બંગાળની મમતા સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પાર્થ ચેટરજીની શનિવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની કથિત શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ED અધિકારીઓ દ્વારા શુક્રવારે રાતોરાત પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સીના અધિકારીઓએ શુક્રવારે સવારે 8 વાગ્યે ચેટર્જીની તેમના ઘરે પૂછપરછ શરૂ કરી હતી, જે શનિવારે પણ ચાલુ રહી હતી. લગભગ 26 કલાકની પૂછપરછ બાદ આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરતા પહેલા પાર્થ ચેટરજીની ED ઓફિસમાં વધુ એક વખત પૂછપરછ કરવામાં આવશે. આરોપ છે કે તે માહિતી છુપાવી રહ્યો છે.

આ પહેલા શુક્રવારે જ EDને ચેટરજીની નજીક ગણાતી અર્પિતા મુખર્જીની દક્ષિણ કોલકાતામાં એક પ્રોપર્ટીમાંથી 21 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. અર્પિતાને કસ્ટડીમાં લેવામાં આવી છે. આ કથિત શિક્ષક ભરતી કૌભાંડ થયું ત્યારે ચેટર્જી રાજ્યના શિક્ષણ મંત્રી હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કૌભાંડમાં કથિત રીતે સામેલ લોકો સામે મની લોન્ડરિંગ પાસાની તપાસ કરી રહ્યું છે.

EDના વરિષ્ઠ અધિકારીઓ દિલ્હીથી કોલકાતા પહોંચ્યા હતા
મળતી માહિતી મુજબ, ધરપકડ બાદ પાર્થ ચેટરજીને CGO કોમ્પ્લેક્સ સ્થિત EDના મુખ્યાલયમાં લઈ જવામાં આવી રહ્યો છે અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિશેષ અધિકારીઓ પાર્થ ચેટરજીની ધરપકડ માટે કોલકાતા પહોંચ્યા હતા. આ વરિષ્ઠ અધિકારીઓની સલાહ લીધા બાદ જ ચેટરજીની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં સહકાર ન આપતા, ED ઓફિસ પર ભારે ફોર્સ તૈનાત
ચેટર્જી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે. તેણે તેની નજીકની મિત્ર અર્પિતા મુખર્જી સાથેના સંબંધોનો પણ ખુલાસો કર્યો ન હતો. હવે તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ ED તેને કસ્ટડીમાં લેશે અને તેની પૂછપરછ કરશે. હાલમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું હેડક્વાર્ટર આવેલા CGO કોમ્પ્લેક્સમાં ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે કેન્દ્રીય દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

અર્પિતા સિવાય EDએ અન્ય ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ યાદીમાં માણિક ભટ્ટાચાર્ય, આલોક કુમાર સરકાર, કલ્યાણ મોય ગાંગુલી જેવા નામ સામેલ છે. બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડમાં આ તમામનું કનેક્શન સામે આવ્યું હતું. પરંતુ સૌથી મોટી કાર્યવાહી અર્પિતા વિરુદ્ધ કરવામાં આવી છે, જેના ઘરે 20 કરોડ રોકડ મળી છે.

EDએ દરોડા દરમિયાન અર્પિતાના ઘરેથી 20 ફોન પણ જપ્ત કર્યા છે. તે ફોન દ્વારા અર્પિતા શું કરતી હતી તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ EDએ તેને પણ તેની તપાસમાં સામેલ કરી છે.

Russia Ukraine War/ વિશ્વને ભૂખમરાથી બચાવવા માટે રશિયા-યુક્રેન વચ્ચે ડીલ, મોંઘવારી પર લાગશે બ્રેક