wb/ કોંગ્રેસ, ડાબેરીઓ અને બેનરજી શાસન બાદ “ભાજપને પણ એક તક”ની અપીલ બંગાળીઓ સ્વીકારશે ખરા?

અમીત શાહનાં મીશન બંગાળનો નારો કહો કે “હવે એક તક ભાજપને પણ” ની અપીલ કહો પણ શું બંગાળીઓ સ્વીકારશે? કોંગ્રેસ, ડાબેરીઓ અને મમતા બેનરજીએ બંગાળમાં

Top Stories India Mantavya Vishesh Politics
amit shah mamta01 4 1493132928 204298 khaskhabar 1 કોંગ્રેસ, ડાબેરીઓ અને બેનરજી શાસન બાદ "ભાજપને પણ એક તક"ની અપીલ બંગાળીઓ સ્વીકારશે ખરા?

અમીત શાહનાં મીશન બંગાળનો નારો કહો કે “હવે એક તક ભાજપને પણ” ની અપીલ કહો પણ શું બંગાળીઓ સ્વીકારશે? કોંગ્રેસ, ડાબેરીઓ અને મમતા બેનરજીએ બંગાળમાં શાસનનો લાભ લીધા બાદ હવે ભાજપને પણ એક તક આપવાની કરાયેલી અપીલ બંગાળીઓ સ્વીકારશે ખરા ?

દેશના ત્રીજા નંબરના મોટા રાજય બિહારનું મતદાન પૂર્ણ થતા પહેલા કેન્દ્રના સત્તાધારી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાત લઈ ટીએમસીના મમતા બેનરજીની સરકાર પર આકરા પ્રહારો કરીને હવે પછી એકવાર અમને પણ શાસનની તક આપો ની અપીલ અને અમે બે તૃતિયાંસ બહુમતિ મેળવશું ના નારા સાથે મમતાજીની સરકારની વહીવટી ક્ષતિઓનો પર્દાફાશ કરી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. આ રીતે ભાજપે હજી ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી, ત્યાં મમતા બેનરજી સરકાર સામે અભિયાન શરૂ કર્યુ છે. જો કે બંગાળ પર ભાજપની નજર તો ક્યારની છે જ.

himmat thhakar કોંગ્રેસ, ડાબેરીઓ અને બેનરજી શાસન બાદ "ભાજપને પણ એક તક"ની અપીલ બંગાળીઓ સ્વીકારશે ખરા?

પશ્ચિમ બંગાળ સરહદી રાજય છે. બંગલાદેશ સાથે તેની સરહદ છે. બાંગલાદેશી ઘુષણખોરીની પણ ત્યાં મોટી સમસ્યા છે. પશ્ચિમ બંગાળમાં ૧૯૬૭ સુધી તો કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ ૧૯૬૭માં અજય મુખરજીની આગેવાની હેઠળ પ્રથમવાર બીન કોંગ્રેસી સરાર રચાઈ હતી.  કેન્દ્રમાં ઈન્દીરા ગાંધીનું આગમન અને ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુધ્ધ બાદ અન્ય ૧૮ રાજયો સાથે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને તોતીંગ બહુમતિ મળી અને સિધ્ધાર્થ શંકર રેની આગેવાની હેઠળ ફરી એક વખત કોંગ્રેસની સરકાર રચાઈ હતી.

જો કે ૧૯૭પની કટોકટી બાદ ૧૯૭૭માં યોજાયેલી પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમવાર લેફટફ્રન્ટ અને ડાબેરી મોરચાને બહુમતિ મળી, ત્યારબાદ ૧૯૮રલ ૧૯૮૭લ ૧૯૯ર તેમજ ૧૯૯૭માં પણ ડાબેરીઓએ સત્તા જાળવી ર૦૦ર અને ર૦૦૭માં પણ તેમનો દબદબો રહયો.

જયોતિ બસુએ લાંબા સમય સુધી મુખયમંત્રી રહેવાનો વિક્રમ પશ્ચિમ બંગાળ પૂરતો સર્જી દીધો, પરંતુ ર૦૧૧માં યોજાયેલી ચૂંટણીમાં ડાબેરી મોરચાને કોંગ્રેસના સહકા સાથે હરાવીને પૂર્વ કોંગ્રેસી અને પછી તૃણમુલ કોંગ્રેસ નામનો સ્થાનિક પક્ષરચી રચનાર મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા. ર૦૧પમાં તેઓએ ફરી એકલા હાથે બહુમતિ મેળવી, તે વખતે કોંગ્રેસે ડાબેરી મોરચા સાથે હાથ મેળવ્યા હતા. ર૦૧પ વખતે ભાજપને માત્ર ૩ બેઠક મળી હતી.

election result / કોણ બનશે ધારાસભ્ય – MLA? કયા સ્થળે થશે મતગણતરી –…

ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના એકમાત્ર સાંસદ બાબુલ સુપ્રિયો જીત્યા હતા. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપે મમતાના ગઢમાં ગાબડુ પાડી ૧૮ બેઠકો જીતી અને સાથો સાથ ૪૦ ટકાથી વધુ મત સેર પણ મેળવ્યા. જો કે ર૦૧૯માં યોજાયેલી ૮ બેઠકોની વિધાનસભાની પેટાચૂંટણીમાં તો મમતા બેનરજીનો દબદબો જળવાયો જ હતો.

ભાજપ આ વખતે ર૦૧૯માં મળેલા મતો અને ટીએમસીના મોટા માથાઓને ભાજપમાં સામેલ કરીને પશ્ચિમ બંગાળ કબ્જે કરવા વ્યૂહ ઘડયો છે. જો કે પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જ મમતા સરકારને હટાવવાનું એલાન કર્યુ છે. તેમે તાજેતરના પ્રવાસમાં એવું સૂત્ર આપ્યું છે કે બંગાળીઓએ કોંગ્રેસ, ડાબેરી મોરચા બાદ ૧૦ વષ સુધી મમતા દીદીને તક આપી છે. પણ હવે પ્રજા ભાજપને એક તક આપે તો સોનાર બંગલાનું શમણું સાકાર કરીએ. તેમણે પાંચ વષમાં ભાજપના ૧૦૦ જેટલા કાર્યકરોની હત્યાના મુદાને ચગાવવાનો નિર્ધાર જાહેર કર્યો છે.

#Vocal_for_Local / “ઓનલાઈન છોડો સ્વદેશી અપનાવો” – મંતવ્ય ન્યૂ…

મમતા બેનરજી કાચી માટીના રાજકારણી નથી, તેમણે ફરી એકવાર કોંગ્રેસનાે સાથ લેવાનો વ્યુહ ઘડયો છે. અને પશ્ચિમ બંગાળમાં ભાજપનો પગપેસારો રોકવા માટે જરૂર પડે ડાબેરીઓનો સાથ લેવાની રણનીતિ પણ ઘડી છે. જો કે આ અંગેનું ચીત્ર તો ચૂંટણીની જાહેરાત થયા પછી જ સ્પષ્ટ થશે. મમતા બેનરજીની કામગીરી અને વર્ચસ્વ હવે પહેલા જેવું નથી તે વાત સાવ સાચી પણ… તેમના મૂળિયા સાવ ઉખડયા નથી. બંગાળી સિંહણ તરીખે ઓળખાતા મમતા દીદીનો હોલ્ડ સાવ ગયો નથી. જો કે ડાબેરી અને કોંગ્રેસ અલગ રીતે લડે તો ભાજપ વિરોધી મતોનું વિભાજન થઈ શકે છે. જો કે આ તો હજી દૂરની વાત છે.

જોવાની વાત તો તે છે કે, સ્વભાવે ક્રાંતિકારી ગણાતી બંગાળી પ્રજા ભાજપને પોતાનો જનાધાર આપે છે કે, હજુ ભાજપે આટલી મહેનત પછી પણ પ્રતિકષા કરવાની રહેશે. જો કે, ગમે તે થાય પણ ભાજપ બંગાળમાં એક મજબૂત પરિબળ તો આ વખતની વિધાનસભાની ચૂંટણી પછી હશે જ તેવું રાજકીય પંડિતો પાકે પાકુ અનુમાન મંડી રહ્યા છે.